તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Baba Ramdev Said On Deepika Padukone's JNU Visit, She Needs A Consultant Like Us

દીપિકા પાદુકોણની JNU મુલાકાત પર બાબા રામદેવે કહ્યું, તેને અમારા જેવા સલાહકારની જરૂર છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈન્દોરઃ યોગ ગુરુ બાબા રામદેવે બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને સલાહ આપતા કહ્યું હતું કે તેણે મોટા નિર્ણયો લેતા પહેલા દેશના સામાજિક તથા રાજકિય મુદ્દાઓની ખબર રાખવી જોઈએ. દીપિકાએ JNU (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી)ની મુલાકાત લેતા તેનો વિરોધ થયો હતો. આ વાત પર બાબા રામદેવે કહ્યું હતું કે દીપિકાએ તેમના જેવા લોકોને પોતાના સલાહકાર નિયુક્ત કરવા જોઈએ, જેથી તેઓ મહત્ત્વના મુદ્દા પર નિષ્પક્ષ અભિપ્રાય આપી શકે. 
ઉલ્લેખનીય છે કે JNUમાં પાંચ જાન્યુઆરીના રોજ થયેલી હિંસાના વિરુદ્ધમાં તથા આંદોલનકારી વિદ્યાર્થીઓના સમર્થનમાં દીપિકા અહીંયા આવી હતી અને ત્યારબાદથી જ તેનો વિરોધ થઈ રહ્યો છે. બાબા રામદેવે દીપિકાને લઈ કહ્યું હતું કે એક અભિનેત્રી તરીકે દીપિકાનું અલગ દાયિત્વ રહેલું છે. તેણે પોતાના દેશના સામાજિક, રાજકિય તથા સાંસ્કૃતિક મુદ્દાઓને સારી રીતે સમજવાની જરૂર છે અને ત્યારબાદ જ મોટો નિર્ણય લેવો જોઈએ. 

CAAનો પૂરો અર્થ નથી ખબર, તે લોકો વિરોધ કરી રહ્યાં છેઃ રામદેવ
બાબા રામદેવે CAA (સિટિઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ)ને પૂરું સમર્થન આપતા કહ્યું હતું કે દેશના એ લોકો આનો વિરોધ કરી રહ્યાં છે, જેમને આનો પૂરો અર્થ પણ ખબર નથી. આ લોકો પીએમ નરેન્દ્ર મોદી તથા હોમ મિનિસ્ટર અમિત શાહના વિરોધમાં ભદ્દી ભાષાનો ઉપયોગ કરે છે. આઝાદીના નારા લગાવીને દેશની ઈમેજ ખરાબ કરે છે. ‘નેહરુવાલી આઝાદી ચાહિયે’, ‘ગાંધીવાલી આઝાદી ચાહિયે’ એવા નારા લગાવતા વિદ્યાર્થીઓ હવે ‘જિન્નાવાલી આઝાદી ચાહિયે’ના નારા લગાવતા થઈ ગયા છે. આ વાત સારી નથી. આવી નારાબાજીથી શિક્ષણને નુકસાન થાય છે. આ શરમજનક છે. જે લોકો દેશમાં અરાજકતા ફેલાવે છે, સરકારે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. 

સાવરકર પર રાજકારણ ના થવું જોઈએ
વીર સાવરકર પર બાબા રામદેવે કહ્યું હતું કે તેઓ સ્વતંત્રતા સેનાની હતાં અને તેમની એકાદ-બે ભૂલને કારણે તેમની ઈમેજને નુકસાન ના પહોંચાડવું જોઈએ. ભૂલ કોનાથી નથી થતી? શું નેહરુ-ગાંધીએ ભૂલ નહોતી કરી? આવું રાજકારણ ના રમાવું જોઈએ. બાબા રામદેવે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથને દૂરદર્શી ગણાવતા કહ્યું હતું કે જેટલો પ્રેમ, મિત્રતા શિવરાજ સિંહ ચૌહાણ સાથે છે, તેટલો જ કમલનાથ પ્રત્યે પણ છે. તેમની તથા અન્ય કેટલાંક નેતાઓની વિચારસરણીમાં આસમાન-જમીનનું અંતર છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો