નિર્ણય / અઝીમ પ્રેમજી 53 વર્ષ સુધી વિપ્રોનું નેતૃત્વ કર્યા બાદ 30 જુલાઈએ રિટાયર્ડ થશે, પુત્ર રિશદ ચેરમેન બનશે

Azim Premji will be retired on July 30 after Wipro's leadership, son Rashid will become chairman

  • અઝીમ પ્રેમજી નોન-એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર અને ફાઉન્ડર ચેરમેન તરીકે બોર્ડમાં રહેશે
  • સીઈઓ આબિદ અલી નીમચવાલા હવે એમડીનું પદ સંભાળશે, ફેરફાર 31 જુલાઈથી લાગુ થશે

Divyabhaskar.com

Jun 06, 2019, 05:55 PM IST

નવી દિલ્હીઃ વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી(73)એ ગુરૂવારે રિટાયરમેન્ટની જાહેરાત કરી છે. વિપ્રોએ ગુરૂવારે જણાવ્યું કે અઝીમ પ્રેમજી 30 જુલાઈએ રિટાયર થશે પરંતુ નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ફાઉન્ડર ચેરમેન તરીકે બોર્ડમાં રહેશે. અઝીમ પ્રેમજી 53 વર્ષથી વિપ્રોનું નેતૃત્વ કરી રહ્યાં છે.

અઝીમ પ્રેમજીના પુત્ર રિશદ પ્રેમજી(41) એક્ઝીક્યુટિવ ચેરમેનનું પદ સંભાળશે. રિશદ હાલ વિપ્રોના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર છે અને કંપનીના બોર્ડ મેમ્બર છે. વિપ્રોએ માહિતી આપતા જણાવ્યું છે કે સીઈઓ અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આબિદ અલી નીમચવાલાનું પદ હવે સીઈઓ અને એમડીનું રહેશે. આ ફેરફાર શેરહોલ્ડર્સની મંજૂરી બાદ 31 જુલાઈથી લાગુ થશે.

X
Azim Premji will be retired on July 30 after Wipro's leadership, son Rashid will become chairman
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી