અપકમિંગ / ‘ગુલાબો સિતાબો’માં આયુષ્માન ખુરાનાનો ફર્સ્ટ લુક રિલીઝ, ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી

Ayushmann Khurrana's first look release in 'Gulabo Sitabo', new release date announced

Divyabhaskar.com

Oct 30, 2019, 03:54 PM IST

મુંબઈઃ બોલિવૂડની અપકમિંગ ફિલ્મ ‘ગુલાબો સિતાબો’ની નવી તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરવામાં આવી છે, જેમાં આયુષ્માનનો ફર્સ્ટ લુક રિવીલ કરવામાં આવ્યો છે. શૂજીત સરકારની ફિલ્મમાં પહેલી જ વાર અમિતાભ બચ્ચન તથા આયુષ્માન સાથે કામ કરી રહ્યાં છે.

આયુષ્માન-બિગ બી સાથે જોવા મળ્યાં
તસવીરમાં આયુષ્માન તથા અમિતાભ બચ્ચન ફૂટપાથ પર ઊભા છે. અમિતાભ ગ્રીન કુર્તા તથા વ્હાઈટ પાયજામામાં છે અને તેમના ચહેરા પર મૂંઝવણભર્યાં હાવભાવ જોવા મળે છે. તેમના સ્કાર્ફ વિંટ્યો છે અને કેપ પહેરી છે, જ્યારે આયુષ્માન બ્રાઉન શર્ટ તથા વ્હાઈટ પાયજામામાં છે અને તેના હાથમાં મોટી બ્લેક બેગ છે. બંનેની પાછળ બે પોલીસ ઓફિસર તથા પોલીસ વાન જોવા મળે છે.

હવે ફિલ્મ 28 ફેબ્રુઆરીએ રિલીઝ થશે
‘ગુલાબો સિતાબો’ પહેલાં આવતા વર્ષે 24 એપ્રિલે રિલીઝ થવાની હતી પરંતુ હવે આ ફિલ્મ 28 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ફિલ્મમાં અમિતાભ લખનઉનમાં રહેતા મકાનમાલિકની ભૂમિકામાં જોવા મળશે. શૂજીતે જ્યારે ફિલ્મ અંગે વાત કહી ત્યારે જ બિગ બી કામ કરવા તૈયાર થઈ ગયા હતાં. આ ફિલ્મ માટે અમિતાભે પ્રોસ્થેટિક મેકઅપનો ઉપયોગ કર્યો હતો અને તે માટે તેમણે કલાકો સુધી બેસી રહેવું પડતું હતું. ઉલ્લેખનીય છે કે 21 ફેબ્રુઆરીએ અમિતાભની ‘ચેહરે’ રિલીઝ થવાની છે. નોંધનીય છે કે આ પહેલાં બિગ બીએ શૂજીત સરકારની ફિલ્મ ‘પીકુ’માં કામ કર્યું હતું, જ્યારે આયુષ્માને શૂજીત સરકારની ‘વિકી ડોનર’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.

X
Ayushmann Khurrana's first look release in 'Gulabo Sitabo', new release date announced

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી