કોપીરાઈટ વિવાદ / ‘ઉજડા ચમન’ના ડિરેક્ટર ‘બાલા’ના મેકર્સને લીગલ નોટિસ ફટકારશે, વાર્તા બાદ પોસ્ટર પણ સરખું

Ayushmann Khurrana’s Bala in trouble, copyright violation case from Ujda Chaman makers

Divyabhaskar.com

Oct 11, 2019, 08:17 PM IST

મુંબઈઃ ફિલ્મ ‘ઉજડા ચમન’ના ડિરેક્ટર અભિષેક પાઠકે આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘બાલા’ના મેકર્સને લીગલ નોટિસ મોકલવાનું નક્કી કર્યું છે. તેઓ કોપીરાઈટ મામલે નોટિસ આપવાના છે.‘બાલા’ તથા ‘ઉજડાચમન’ બંને ફિલ્મ્સના પોસ્ટર્સ 10 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યા હતાં અને બંને પોસ્ટર્સની થીમ એક જેવી હતી, જેમાં હિરો પોતાના માથા પર પાણી નાખે છે.

બંને ફિલ્મ્સ રિલીઝ વખતે એક દિવસનું અંતર
‘ઉજડા ચમન’ આઠ નવેમ્બરે રિલીઝ થઈ રહી છે, જ્યારે ‘બાલા’ 7 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. પહેલાં આ ફિલ્મ 15 નવેમ્બરે રિલીઝ થવાની છે.

ડિરેક્ટર અભિષેકની પહેલી ફિલ્મ
‘ઉજડા ચમન’થી કુમાર મંગતનો દીકરો અભિષેક પાઠક ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યો છે. અભિષેકે કહ્યું હતું કે ફિલ્મ ‘બાલા’ની વાર્તા તેની ફિલ્મ ‘ઉજડા ચમન’થી ખાસ્સી એવી મળતી આવે છે. તેણે મેકર્સને નોટિસ મોકલવાનું નક્કી કર્યું છે. અભિષેકની ફિલ્મમાં લીડ રોલમાં સની સિંહ છે. આ ફિલ્મ વર્ષ 2017મા આવેલી કન્નડ ફિલ્મ ‘ઓન્ડુ મોટ્ટેયા’ની ઓફિશિયલ રીમેક છે.

‘બાલા’ના મેકર્સે જવાબ આપ્યો
અભિષેકની લીગલ નોટિસની સમાચાર મળ્યાં બાદ ‘બાલા’ના પ્રોડ્યૂસર દિનેશ વિજને કહ્યું હતું કે તેમની ફિલ્મ પર મહિનાઓથી કામ ચાલે છે. ડાર્ક સ્કિન તથા વાળ ઓછા હોવા જેવી સમસ્યા આપણી આસપાસ છે. જો આ વિષય પર અનેક ફિલ્મ એક સાથે બનતી હોય તો દર્શકોની પાસ પસંદ વધે છે કે તેમણે શું જોવું છે. આ વાત ક્યારેય ખરાબ હોઈ શકે નહીં. કોઈ નિર્માતા આને આ રીતે જુએ છે, તે વાત કમનસીબ છે. તેઓ પોતાની ફિલ્મની મૌલિકતાની સાથે દ્રઢતાથી ઊભા છે. જરૂર પડી તો તેઓ કાયદાની મદદ લેશે.

ફિલ્મની વાર્તાને લઈ વિવાદ થયો
‘વિગ’ના મેકર કમલ ચંદ્રાએ ચીટિંગ તથા ક્રિમિનલ બ્રીચની ફરિયાદ જૂન, 2019મા કરી હતી. પોલીસે કહ્યું હતું કે આરોપ સાબિત થાય તો આરોપીઓ પર ફ્રોડ તથા સેક્શન 420 હેઠળ સજા થશે. છેલ્લાં કેટલાંક મહિનાથી મુંબઈ હાઈકોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે.

X
Ayushmann Khurrana’s Bala in trouble, copyright violation case from Ujda Chaman makers

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી