ઈન્ટરવ્યૂ / આયુષ્માન ખુરાનાએ કહ્યું, અમિતાભ બચ્ચન સાથે કામ કરવું સહેજ પણ સહેલું નથી

Ayushmann Khurrana said, working with Amitabh Bachchan is not easy either

Divyabhaskar.com

Feb 25, 2020, 05:24 PM IST

મુંબઈઃ આયુષ્માન ખુરાનાની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ બોક્સ ઓફિસ પર સફળ રહી છે. આ ફિલ્મને ક્રિટિક્સ તથા દર્શકોએ વખાણી છે. હવે આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ગુલાબો સિતાબો’ 17 એપ્રિલે રિલીઝ થશે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના પહેલી જ વાર અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહ્યો છે. શૂજીત સરકારની આ ફિલ્મ ભાડુઆત તથા મકાનમાલિક વચ્ચેની અણબનાવ પર આધારિત છે.

હાલમાં જ આયુષ્માન ખુરાનાએ ફિલ્મને લઈને વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘ગુલાબો સિતાબો’ એકદમ સરળ ફિલ્મ છે. આ ફિલ્મમાં મકાનમાલિક તથા ભાડુઆતની વાત કરવામાં આવી છે. તે ભાડુઆતના રોલમાં છે, જ્યારે અમિતાભ બચ્ચન મકાનમાલિકના રોલમાં છે. આ ફિલ્મ એકદમ સિમ્પલ છે. કેટલીવાર આપણને સાદગી જ આકર્ષિત કરતી હોય છે અને ફિલ્મ આના પર જ આધારિત છે.

‘ગુલાબો સિતાબો’માં લખનઉની વાત કરવામાં આવી છે. ફિલ્મને સૂજીત સરકાર સાથે લાંબા સમયથી કામ કરતી જૂહી ચતુર્વેદીએ લખી છે. આયુષ્માને અમિતાભ બચ્ચનને લઈને કહ્યું હતું કે બચ્ચનસર અમેઝિંગ છે. તેને અમિતાભ બચ્ચનની એ વાતથી નવાઈ લાગી કે તે હંમેશાં પોતાના કામને લઈ એકદમ તૈયાર હોય છે. તેમને તેમની લાઈન્સ યાદ હોય છે પણ તેમને સામેના કલાકારની પણ લાઈન યાદ હોય છે. તેમની સામે કામ કરવું સહેજ પણ સહેલું નથી.

ઉલ્લેખનીય છે કે ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ સમલૈંગિકતા પર આધારિત છે. આયુષ્માન હટકે પ્રકારની ફિલ્મમાં કામ કરતો હોય છે.

X
Ayushmann Khurrana said, working with Amitabh Bachchan is not easy either

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી