તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Ayushmann Khurrana Film ShubhMangal Zyada Saavdhan Trailer Released

‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’માં આયુષ્માન ખુરાના ‘ગે’ના રોલમાં, ટ્રેલરમાં પ્રેમ માટે પરિવાર સામે લડતો જોવા મળ્યો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ આયુષ્માન ખુરાનાની ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલર રિલીઝ પહેલાં ફિલ્મના બે પોસ્ટર્સ પણ રિલીઝ કરવામાં આવ્યા હતાં. આ ફિલ્મ ગે રિલેશનશિપ પર આધારિત છે અને ટ્રેલરમાં આયુષ્માન ખુરાના તથા જીતેન્દ્ર કુમાર જબરજસ્ત જોવા મળે છે.  ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 2017માં આવેલી આયુષ્માન ખુરાના તથા ભૂમિ પેડનેકરની ફિલ્મ 'શુભ મંગલ સાવધાન'ની સીક્વલ છે.

શું છે ટ્રેલરમાં?
ફિલ્મનું ટ્રેલર ઘણું જ જબરજસ્ત જોવા મળ્યું છે. આયુષ્માન ખુરાના-જીતેન્દ્ર કુમારની જોડી જોવા મળી છે. ફિલ્મ વારાણસીમાં રહેતા બે સમલૈંગિક યુવકોના પ્રેમ પર આધારિત છે. જીતેન્દ્ર કુમાર ફિલ્મમાં નીના ગુપ્તા તથા ગજરાજ રાવના દીકરાના રોલમાં છે. આયુષ્માન તથા જીતેન્દ્ર કુમાર એકબીજાને પ્રેમ કરે છે પરંતુ બંનેના પરિવારને આ વાત સામે વાંધો હોય છે. ફિલ્મમાં જીતેન્દ્ર કુમારના પેરેન્ટ્સ તેના લગ્નની તૈયારી કરે છે. આયુષ્માન આ લગ્ન કેવી રીતે અટકાવે છે અને પોતાનો પ્રેમ કેવી રીતે મેળવે છે, તે ફિલ્મ રિલીઝ થશે ત્યારે ખબર પડશે. ટ્રેલરમાં આયુષ્માન તથા જીતેન્દ્ર કુમાર એકબીજાને લિપલોક કરતા જોવા મળ્યાં છે. ફિલ્મમાં આયુષ્માન તથા જીતેન્દ્ર ‘યાર બિના ચૈન કહાં રે...’ ગીત રિક્રિએટ કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ ગીત ફિલ્મ ‘સાહેબ’નું છે, જેમાં અનિલ કપૂર તથા અમૃતા સિંહ જોવા મળ્યાં હતાં. નોંધનીય છે કે આયુષ્માન પહેલી જ વાર ‘ગે’ના રોલમાં જોવા મળ્યો છે. જીતેન્દ્ર કુમાર આ પહેલાં ઘણાં વેબ શોમાં જોવા મળી ચૂક્યો છે.

21 ફેબ્રુઆરીએ ફિલ્મ રિલીઝ થશે
ડિરેક્ટર હિતેશ કૈવલ્ય આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યો છે જ્યારે આનંદ એલ રાય તથા ભૂષણ કુમાર ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. ‘બધાઈ હો’ બાદ ફરી એકવાર આયુષ્માન ખુરાના, નીના ગુપ્તા તથા ગજરાજ રાવ સાથે જોવા મળ્યા છે. ફિલ્મમાં સુનીતા રાજવાર, માનવી ગાગરુ, પંખુડી અવસ્થી, નીરજ સિંહ, મનુ ઋષિ ચઢ્ઢા પણ જોવા મળશે. આ ફિલ્મ 21 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. પહેલાં આ ફિલ્મ 13 માર્ચ, 2020મા રિલીઝ થવાની હતી. ફિલ્મના પ્રોડ્યૂસર ભૂષણ કુમારે કહ્યું હતું કે 21 ફેબ્રુઆરીએ પહેલાં અનુરાગ બાસુની મલ્ટી સ્ટારર ફિલ્મ રિલીઝ થવાની હતી પરંતુ હવે તેમની ફિલ્મ 13 માર્ચે રિલીઝ થશે અને 21 ફેબ્રુઆરીએ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ રિલીઝ થશે.

ટ્રેલર પહેલાં પોસ્ટર્સ રિલીઝ કરવામાં આવ્યા હતા
પોસ્ટરમાં આયુષ્માન તથા જીતેન્દ્ર કુમાર એકબીજાનો સાથ છોડવા તૈયાર નથી. એક પોસ્ટરમાં બંને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નો ટ્રેન સીન રિક્રિએટ કરતા જોવા મળ્યાં હતાં. અન્ય એક પોસ્ટરમાં આયુષ્માન તથા જીતેન્દ્ર ઘોડા પર ચઢેલા હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો