ટ્રેલર / આયુષ્માન ખુરાનાની ‘બાલા’નું ટ્રેલર રિલીઝ, ‘ઉજડા ચમન’ના એક દિવસ પહેલાં રિલીઝ થશે

Ayushmann Khurrana  Bala trailer released

Divyabhaskar.com

Oct 10, 2019, 12:44 PM IST

મુંબઈઃ આયુષ્માન ખુરાનાએ ચાહકોને ‘બધાઈ હો’, ‘ડ્રીમ ગર્લ’ જેવી ફિલ્મ્સથી હસાવ્યા છે. હવે, એક્ટરની નવી ફિલ્મ ‘બાલા’નું ટ્રેલર આવ્યું છે. આ ફિલ્મમાં પણ ચાહકોને ભરપૂર હસાવશે, તે નક્કી છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાનાના વાળ નાની ઉંમરમાં જતા રહ્યાં હોય છે અને તેને કારણે આસપાસના લોકો તેની મજાક ઉડાવે છે. આ કારણે તેનો આત્મવિશ્વાસ ડગી જાય છે. આ ફિલ્મને અમર કૌશિકે ડિરેક્ટ કરી છે.

ફિલ્મમાં ભૂમિ પેડનેકર તથા યામી ગૌતમ પણ છે. ભૂમિએ સ્મોલ ટાઉન યુવતીની ભૂમિકા ભજવી છે, જે ગૌરી સ્કીન પાછળ ક્રેઝી છે. યામી ટિક ટોક સ્ટારના રોલમાં છે. જોકે, આયુષ્માને યામીને પોતાની વાળની સમસ્યા અંગે જણાવ્યું નથી. વાળ માટે આયુષ્માન ખુરાના શક્ય તેટલા પ્રયાસો કરે છે, જેમાં તે સ્પ્રે, પાવડર, વિંગ્સ, ગાયનું છાણ સહિતના ઉપાયો અજમાવે છે. આ ફિલ્મ 7 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે.

આયુષ્માને ભૂમિ સાથે ‘દમ લગા કે હઈશા’ તથા ‘શુભ મંગલ સાવધાન’માં કામ કર્યું હતું. યામી સાથે આયુષ્માને ‘વિકી ડોનર’માં કામ કર્યું છે.

‘ઉજડા ચમન’ આઠ નવેમ્બરે રિલીઝ થશે
આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘બાલા’ના જ કોન્સેપ્ટ પર આધારિત ફિલ્મ ‘ઉજડા ચમન’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ‘પ્યાર કા પંચનામા’ ફૅમ સન્ની સિંહ લીડ રોલમાં છે. ફિલ્મમાં 30 વર્ષીય યુવકના સમય કરતાં પહેલાં વાળ જતા રહે છે. આ ફિલ્મનું ટ્રેલર કમાલનું છે. સન્ની સિંહ લીડ રોલમાં છે અને તેણે ચમન કોહલીનું પાત્ર ભજવ્યું છે. ચમન કોહલી હિંદીનો લેક્ચરર હોય છે. ઉંમર કરતાં પહેલાં તેના વાળ જતા રહ્યાં હોવાથી તેના સાથી કમર્ચારી, બોસ, ફ્રેન્ડ્સ તથા પરિવાર તેની મજાક ઉડાવે છે. ચમન કોહલીને છોકરીઓ પણ લગ્ન માટે રિજેક્ટ કરી નાખે છે. પરિવારના ગુરુજી ચમનને કહે છે કે જો તે 30 વર્ષની ઉંમર સુધીમાં લગ્ન નહીં કરે લે તો તેના આજીવન લગ્ન થશે નહીં. આ ફિલ્મને અભિષેક પાઠકે ડિરેક્ટ કરી છે, ફિલ્મને કુમાર મંગત પાઠકે પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ 8 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મની ટેગલાઈન આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘બાલા’ની મજાક ઉડાવતી હોય તે રીતની છે. ફિલ્મની ટેગ લાઈન ‘ટકલે કી પહેલી ઔર અસલી ફિલ્મ’ આવી છે.

X
Ayushmann Khurrana  Bala trailer released

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી