અપકમિંગ / આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘બાલા’નું પહેલું ગીત ‘ડોન્ટ બી શાય’ રિલીઝ

Ayushmann Khurrana Bala song Don’t Be Shy released

Divyabhaskar.com

Oct 18, 2019, 04:03 PM IST

મુંબઈઃ આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ ‘બાલા’નું પહેલું ગીત ‘ડોન્ટ બી શાય’ રિલીઝ થઈ ગયું છે. આ ગીત બલજીત સિંહ પદમ (ડો. ઝ્યૂસ તરીકે લોકપ્રિય)ના હિટ ડાન્સ નંબરનું રીમિક્સ છે.

શું છે ગીતમાં?
ડાર્ક સ્કિન્ડ નીકિતા (ભૂમિ પેડનેકર) બાલાને (આયુષ્માન ખુરાના) રીઝવતી હોય છે, બાલાએ વિગ પહેરી હોય છે. જોકે, બાલા તરત જ ટિકટોક સ્ટાર પરી (યામી ગૌતમ) પાસે જતો રહે છે. થોડીવાર બાદ બાલાની વિગ ઉડી જાય છે અને પરી જતી રહે છે. જોકે, નીકિતા, બાલાને જેવો છે, તેવો જ અપનાવવા તૈયાર છે, તે ગીતમાં બતાવવામાં આવ્યું છે. આ ગીતને બાદશાહ તથા શાલમલીએ ગાયું છે. સંગીત સચિન-જીગરનું છે.

સાત નવેમ્બરે ફિલ્મ રિલીઝ થશે
અમર કૌશિકની ‘બાલા’ સાત નવેમ્બરે રિલીઝ થવાની છે. જોકે, આ જ કોન્સેપ્ટ પર આધારિત ‘ઉજડા ચમન’ આઠ નવેમ્બરે રિલીઝ થવાની છે. ‘ઉજડા ચમન’ના મેકર્સે પોસ્ટર્સના મુદ્દે ‘બાલા’ના મેકર્સ પર બોમ્બે હાઈકોર્ટમાં કેસ પણ કર્યો છે.

X
Ayushmann Khurrana Bala song Don’t Be Shy released

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી