અપકમિંગ / આયુષ્માન ખુરાના-અનુભવ સિંહા ફરી એકવાર સાથે કામ કરશે, ફિલ્મ વર્ષ 2021માં રિલીઝ થશે

Ayushman Khurana-veteran Sinha will be working again, the film will be released in 2021

Divyabhaskar.com

Dec 22, 2019, 05:12 PM IST

મુંબઈઃ બોલિવૂડ ફિલ્મ ‘આર્ટિકલ 15’માં અનુભવ સિંહા તથા આયુષ્માન ખુરાનાએ સાથે કામ કર્યું હતું. હવે, ફરી એકવાર ડિરેક્ટર અનુભવ સિંહા તથા આયુષ્માન ખુરાના સાથે કામ કરવાના છે. આ ફિલ્મ વર્ષ 2021માં રિલીઝ થશે. હાલમાં આયુષ્માન ‘ગુલાબો સિતાબો’ના શૂટિંગમાં વ્યસ્ત છે.

હાલના પ્રોજેક્ટ્સ પૂરા કરીને અનુભવ સિંહાની ફિલ્મ શરૂ કરશે
આયુષ્માન ખુરાના હાલમાં પોતાના બીજા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. આ પ્રોજેક્ટ્સ પૂરા થયા બાદ જ આયુષ્માન ખુરાના ડિરેક્ટર અનુભવ સિંહાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકશે.

અનુભવ સિંહાએ ક્રિકેટર્સ પર સવાલ કર્યો હતો
હાલમાં દેશ આખામાં નાગરિકતા કાયદાને લઈ વિરોધ થઈ રહ્યો છે. અનુભવ સિંહા આ કાયદાની વિરુદ્ધમાં છે. તેમણે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સચિન તેંડુલકર તથા મહેન્દ્ર સિંહ ધોનીને આડે હાથ લીધા હતાં. આ બંનેએ જામિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર પોલીસે બળપ્રયોગ કર્યો તેને લઈ કોઈ ટિપ્પણી કરી નહોતી. અનુભવે કહ્યું હતું કે આ બંને ખેલાડીઓ સરકારથી એટલા ડરી ગયા છે કે તેઓ વિરોધમાં એક શબ્દ પણ બોલી શકતા નથી.

આયુષ્માને હિંસાનો વિરોધ કર્યો હતો
નાગરિકતા કાયદાના વિરોધમાં જામીયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પોલીસે તેમની પર હિંસા કરી હતી. આનો ઘણો જ વિરોધ કરવામાં આવ્યો હતો. આયુષ્માને કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ જે પીડામાંથી પસાર થવું પડ્યું, તેને લઈ તે દુઃખી છે. આંદોલન કરવું અને અભિવ્યક્તિની આઝાદી આપણો અધિકાર છે. જોકે, આંદોલન ક્યારેય હિંસાત્મક તથા રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન ના પહોંચાડે, તે રીતનું હોવું જોઈએ. આ ગાંધીની ધરતી છે અને અહીંયા અહિંસાની અભિવ્યક્તિ હોવી જોઈએ.

X
Ayushman Khurana-veteran Sinha will be working again, the film will be released in 2021

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી