અયોધ્યા ચુકાદો / 500 વર્ષ પછી ઉત્તર પ્રદેશના 105 ગામના ક્ષત્રિયો પાઘડી-ચામડાના બૂટ પહેરશે  

સૂર્યવંશી ક્ષત્રિય પરિવારના સભ્યો
સૂર્યવંશી ક્ષત્રિય પરિવારના સભ્યો

  • સૂર્યવંશી સમાજના પૂર્વજોએ મંદિર પર હુમલા બાદ શપથ લીધા હતા
  • 105 ગામના સૂર્યવંશી ક્ષત્રિય પરિવારનો રામ મંદિર નિર્માણનો સંકલ્પ પૂરો થયો
  • અયોધ્યા કેસના ચુકાદા બાદ ગામમાં 400 પાઘડી વહેંચાઇ

Divyabhaskar.com

Nov 19, 2019, 04:07 AM IST

વિજય ઉપાધ્યાય, અયોધ્યા, લખનઉ: અયોધ્યા પાસેનો આખો બજાર બ્લોક અને આસપાસના 105 ગામના સૂર્યવંશી ક્ષત્રિય પરિવાર 500 વર્ષ બાદ ફરી એક વાર પાઘડી બાંધશે અને ચામડાના જૂતા પહેરશે. કારણ-રામ મંદિર નિર્માણનો તેમનો સંકલ્પ પૂરો થયો. આ ગામોમાં ઘેર-ઘેર જઇ જાહેરસભાઓમાં ક્ષત્રિયોને પાઘડીઓ વહેંચવામાં આવી રહી છે. સૂર્યવંશી સમાજના પૂર્વજોએ મંદિર પર હુમલા બાદ શપથ લીધા હતા કે જ્યાં સુધી ફરી મંદિર નહીં બની જાય ત્યાં સુધી તેઓ પાઘડી નહીં બાંધે, છત્રીથી માથું નહીં ઢાંકે અને ચામડાના જૂતાં નહીં પહેરે. સૂર્યવંશી ક્ષત્રિય અયોધ્યા ઉપરાંત પાડોશના બસ્તી જિલ્લાના 105 ગામોમાં વસે છે. તે બધા ઠાકુર પરિવાર પોતાને ભગવાન રામના વંશજ માને છે.
આટલા વર્ષોથી સૂર્યવંશી લગ્નોમાં પણ પાઘડી બાંધતા નહતા
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી આ ગામોમાં ગજબનો ઉત્સાહ છે. સરાયસી ગામના બાસદેવ સિંહ વકીલે કહ્યું કે તેમના ગામમાં ચુકાદા બાદ 400 પાઘડી વહેંચાઇ છે. અમારા વંશજોનો સંકલ્પ પુરો થયો. આટલા વર્ષોથી સૂર્યવંશી લગ્નોમાં પણ પાઘડી બાંધતા નહતા. પૂર્વજોએ જ્યારે સંકલ્પ કર્યો હતો ત્યારે ચમડાના જૂતા ચપ્પલ બનતા હતા. તેથી પગની સુરક્ષા માટે ખડાઉ પહેરતા હતા અને જ્યારથી ચમડાનો વિકલ્પ શોધાયો તો તેવા જૂતા ચપ્પલ પહેરતા હતા પરંતુ ચામડાંના જૂતા ચપ્પલ નથી પહેર્યા.
જન્મભૂમિ ઉદ્વાર હોય તા દિન બડી ભાગ, છાતા પગ પનહી નહીં ઔન ન બાંધહિ પાગ
સરાયસી ગામના બાસદેવ સિંહના જણાવ્યા મુજબ તેમના પૂર્વજોએ 16મી સદીમાં મંદિર બચાવવા માટે ઠાકુર ગજસિંહના નેતૃત્વમાં મોગલો સાથે યુદ્ધ લડ્યું હતું. એ જંગમાં તેઓ હારી ગયા હતા. ત્યાર બાદ ઠાકુર સિંહે પાઘડી અને જૂતા નહીં પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કવિ જયરાજે લખ્યુ હતું- ‘જન્મભૂમિ ઉદ્વાર હોય તા દિન બડી ભાગ. છાતા પગ પનહી નહીં ઔર ન બાંધહિં પાગ’

X
સૂર્યવંશી ક્ષત્રિય પરિવારના સભ્યોસૂર્યવંશી ક્ષત્રિય પરિવારના સભ્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી