રામમંદિર મોડલની કહાણી / 30 વર્ષ પહેલાં પગના ડગલાં ગણીને માપ લીધું ત્યારે મોડલ બન્યું

રામ મંદિરનું મોડલ તૈયાર કરનારા ગુજરાતના ચંદ્રકાન્તભાઇ સોમપુરા
રામ મંદિરનું મોડલ તૈયાર કરનારા ગુજરાતના ચંદ્રકાન્તભાઇ સોમપુરા

  • ભગવાન રામનું ભવ્ય મંદિર 270 ફૂટ લાંબું, 147 ફૂટ પહોળું અને 141 ફૂટ ઊંચું હશે
  • તમામ સ્તંભ પર વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓ કંડારેલી હશે

Divyabhaskar.com

Nov 10, 2019, 05:38 AM IST
અમદાવાદ: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું મોડલ તૈયાર કરનારા ગુજરાતના ચંદ્રકાન્તભાઇ સોમપુરાનું કહેવું છે કે રામ મંદિર નિર્માણકાર્ય એક વાર શરૂ થયાના અઢી-ત્રણ વર્ષમાં ભવ્ય મંદિર તૈયાર થઇ જશે. મોડલ તૈયાર કરવામાં 3 મહિના લાગ્યા હતા. અમે બે મોડલ તૈયાર કર્યા હતા. બન્ને અલ્લાહાબાદમાં કુંભ મેળામાં ધર્મસંસદમાં પ્રદર્શિત કરાયા હતા. વર્તમાન મોડલ તમામ સંતોએ સર્વસંમતિથી સ્વીકાર્યું હતું. ચંદ્રકાન્તભાઇએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો ચુકાદો આવ્યા બાદ આ વાત કહી.
ભગવાન રામના મંદિરમાં 250 સ્તંભ હશે
તેમણે જણાવ્યું કે અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં રોજ પૂજા-આરતી થાય છે પણ અંદર કોઇ વસ્તુ સાથે લઇ જઇ શકાતી નથી. 1989માં હું પહેલી વાર રામ મંદિરનું મોડલ (ડિઝાઇન) તૈયાર કર્યા પહેલાં રામ મંદિરે દર્શન કરવા પહોંચ્યો હતો. હું મંદિરમાં લગભગ 20 મિનિટ સુધી રહ્યો. ડગલાં ગણીને પગના પંજાથી માપ લીધું હતું. મંદિરનો પ્લાન બનાવ્યો હતો. ભગવાન રામનું ભવ્ય મંદિર 270 ફૂટ લાંબું, 147 ફૂટ પહોળું અને 141 ફૂટ ઊંચું હશે. 250 સ્તંભ હશે. તમામ સ્તંભ પર વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓ કંડારેલી હશે. ગર્ભગૃહની ઉપર મુખ્ય શિખર હશે. આગળના ભાગે એક ગૂઢ મંડપ અને એક નૃત્ય મંડપ હશે. નોંધનીય છે કે ચંદ્રકાન્તભાઇના દાદાએ સોમનાથ મંદિરની ડિઝાઇન તૈયાર કરી હતી. અયોધ્યામાં મંદિર મોડલના દર્શન રોજ સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધી થાય છે.
X
રામ મંદિરનું મોડલ તૈયાર કરનારા ગુજરાતના ચંદ્રકાન્તભાઇ સોમપુરારામ મંદિરનું મોડલ તૈયાર કરનારા ગુજરાતના ચંદ્રકાન્તભાઇ સોમપુરા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી