ડીબી ઓરિજિનલ / અયોધ્યા કેસ: હિન્દુ અને મુસ્લિમ પક્ષના વકીલ કોર્ટમાં કટ્ટર વિરોધી, બહાર પાક્કા મિત્ર

Ayodhya case: Hindu, Muslim party lawyer staunch opponent in court
X
Ayodhya case: Hindu, Muslim party lawyer staunch opponent in court

  • હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈન અને મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જીલાની વર્ષ 1989 અગાઉથી કેસ લડી રહ્યા છે
  • અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ ખંડપિઠથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી બન્ને આ કેસમાં પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે
  • મુસ્લિમ પક્ષે કપિલ સિબલ પાસે તેમના સહયોગી નિજામ પાશાની સેવા માંગી
  • ઇતિહાસ સાથે જોડાયેલી બાબતો અંગે પ્રોફેસરોની પણ સલાહ લેવામાં આવી રહી છે

Divyabhaskar.com

Oct 13, 2019, 02:12 PM IST

નવી દિલ્હીથી પ્રમોદ કુમાર ત્રિવેદી: સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનવણી દરમિયાન હિન્દુ અને મુસ્લિમ પક્ષના વકીલ ભલે એક-બીજાની સામે દલીલ કરતા જોવા મળતા હોય, પરંતુ વ્યક્તિગત જીવનમાં સ્થિતિ કંઈક અલગ છે. વર્ષ 1989 થી હિન્દુ પક્ષમાં વકીલાત કરી રહેલા હરિશંકર જૈન અને મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જીલાની કોર્ટમાં એકબીજાના કટ્ટર વિરોધી છે, પરંતુ બહાર તેઓ પાક્કા મિત્ર છે. આ કેસ સાથે શરૂઆતથી જ જોડાયેલા વકીલોના વ્યક્તિગત સંબંધો અંગે ભાસ્કર APP એ તેમની સાથે વાતચીત કરી તો કેટલીક રસપ્રદ જાણકારી પ્રાપ્ત થઈ હતી.
 

કોર્ટની વાત કોર્ટ સુધી, પરંતુ બહાર સંબંધ અલગ છેઃ હરિશંકર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી