સાવધાની / બ્રેસ્ટ કેન્સરથી બચવા માટે લાંબા સમય સુધી બર્થ કન્ટ્રોલ પિલ્સ ન લેવાનું ટાળવું

Avoid taking birth control pills any longer to prevent breast cancer

  • આજકાલ ત્રીસ વર્ષની ઉંમરમાં પણ બ્રેસ્ટ કેન્સર થવા લાગે છે
  • લાંબા સમય સુધી ગર્ભનિરોધક દવાઓ ખાવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ 50 ટકા સુધી વધી જાય છે

Divyabhaskar.com

Oct 23, 2019, 01:52 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે બ્રેસ્ટ કેન્સર પચાસ વર્ષની ઉંમર પછી થાય છે, પરંતુ ખરાબ લાઈફસ્ટાઈલ અને બદલાતી જીવનશૈલીને કારણે આજકાલ ત્રીસ વર્ષની ઉંમરમાં પણ બ્રેસ્ટ કેન્સર થવા લાગે છે. આ ગંભીર બીમારીથી બચવા માટે કોઈ પણ સ્થિતિમાં આ સ્થિતિઓથી બચો.

ગર્ભનિરોધક દવાઓ લેવી : લાંબા સમય સુધી ગર્ભનિરોધક દવાઓ ખાવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ 50 ટકા સુધી વધી જાય છે. આ દવાઓમાં એસ્ટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે. શરીરમાં આ હોર્મોન વધારે હોવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધે છે. બર્થ કન્ટ્રોલ ઈન્જેક્શન લેવાથી પણ આ કેન્સર થવાની શક્યતાઓ વધે છે.

વર્કઆઉટ ન કરવું : મેનોપોઝ પછી એક્સરસાઈઝ જરૂર કરો. આ અવસ્થામાં એક્સરસાઈઝ ન કરવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે. હેવી એક્સરસાઈઝ ન કરી શકતા હો તો રોજ 30 મિનિટ મોર્નિંગ વોક કરો. તેનાથી પેટ અને કમરની ચરબી ઘટાડવામાં મદદ મળશે.

આલ્કોહોલ અને સ્મોકિંગથી 8% વધારે જોખમ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ પ્રમાણે આલ્કોહોલ અને સ્મોકિંગથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ 8% સુધી વધી જાય છે. જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિએશનના અનુસાર આલ્કોહોલ બ્રેસ્ટ ટ્યૂમરનો ગ્રોથ વધારે છે.

X
Avoid taking birth control pills any longer to prevent breast cancer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી