રિસર્ચ / બાળકોમાં આઈ સ્કેન દ્વારા ઓટિઝમની ઓળખ થઈ શકશે

Autism can be identified by eye scan in children

Divyabhaskar.com

Feb 28, 2020, 12:21 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. ઓટિઝમ બાળકોમાં થતી એક એવી બીમારી છે જેના લક્ષણો શરૂઆતમાં સામે નથી આવતા. બાળક 3 અથવા 4 વર્ષનું થાય ત્યાં સુધી ઓટિઝમના લક્ષણો દેખાતા નથી. બાળકો મોટા થાય ત્યારે તેમના હાવભાવ અને પ્રતિક્રિયા સામાન્ય બાળક કરતા અલગ હોય છે ત્યારે ઓટિઝમના લક્ષણો દેખાય છે. પરંતુ હવે બાળકોના જન્મની શરૂઆતના વર્ષોમાં જ ઓટિઝમ વિશે જાણકારી મેળવી શકાય છે. હકીકતમાં, સંશોધકોએ આંખનું એક સ્કેન વિકસિત કર્યું છે જે શરૂઆતના એક બે વર્ષમાં બાળકોમાં ઓટિઝમને ઓળખવામા મદદ કરશે. તેનાથી આ બીમારી વિશે પહેલાથી જાણી શકાશે અને બાળકોને વધુ સારી રીતે સારવાર કરી શકાશે.

જર્નલ ઓફ ઓટિઝમ એન્ડ ડેવલપમેન્ટલ ડિસઓર્ડરમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, હાથથી પડકડવામા આવતા આ ડિવાઈસનો ઉપયોગ આંખોને સ્કેન કરવા માટે કરવામા આવશે. આ ડિવાઈસ આંખોની રેટિનામાથી નીકળતા ઈલેક્ટ્રિક સંકેતોની મદદથી ઓટિઝમથી પીડિત બાળકોને ઓળખશે.

પીડિત બાળકોની આંખોમાં અલગ પ્રકારના ઈલેક્ટ્રિક સંકેત જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાની ફ્લિનડર્સ યુનિવર્સિટીના સંશોધકોએ 180 લોકોની આંખો પર સ્કેનનું પરીક્ષણ કર્યું. આ લોકોની ઉંમર પાંચથી 21 વર્ષ સુધીની હતી. ઓટિઝમ સંબંધિત સંબવિત બાયોમાર્કર્સનો આ સ્કેનમાં ઉપયોગ કરવામાં આવે છે અને ઘણી બીમારીઓની ઓળખવામા પણ મદદ કરી શકે છે.

ઓટિઝમ બાળકોમાં વિકાસ સંબંધી એક ગંભીર બીમારી છે, જે જન્મના શરૂઆતના ત્રણ વર્ષમાં થાય છે અને આ બીમારી તેના માનસિક વિકાસ અને વર્તણૂંક ઉપર અસર કરે છે. ઓટિઝમ આજીવન રહેતી બીમારી છે.

X
Autism can be identified by eye scan in children

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી