સાબરકાંઠા / રૂ.6 લાખની ઉઘરાણી માટે રૂ.2 લાખ માંગ્યાનો ઇડર ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટરનો ઓડિયો વાઈરલ

ઇડર રાણી તળાવની ફાઈલ તસવીર
ઇડર રાણી તળાવની ફાઈલ તસવીર

  • ઇડર રાણી તળાવ બ્યુટીફિકેશન માટે Rs.89 લાખના કામ પેટે Rs.3.15 લાખ ચૂકવ્યાનો દાવો
  • રૂ. 7 લાખનુ બિલ ઊંચી ટકાવારી લેવા આઠ મહિનાથી ફાઇનલ બિલ ન બનાવી અટકાવ્યું
  • એફિડેવિટ કોન્ટ્રાક્ટરે પ્રાંત અધિકારીથી માંડી પીએમઓ સુધી રવાના કરતાં ખળભળાટ મચ્યો

Divyabhaskar.com

Jan 24, 2020, 11:20 AM IST

ઇડર, હિંમતનગર: ઇડર રાણી તળાવ બ્યુટીફિકેશનનું કામ કરનાર સબલેટ એજન્સીનું કામ પૂર્ણ થઇ ગયુ હોવા છતાં ફાઇનલ બિલ અને ડિપોઝીટની રકમ આપવા માટે ચીફ ઓફીસર અને બે કોન્ટ્રાક્ટર વચ્ચેની વાતચીતમાં 6 લાખની ડિપોઝીટ પરત આપવા 2 લાખ માગ્યાનો બે થી ત્રણ મહિના જૂનો ઓડિયો વાઈરલ થવા સહિત તા.18-01-20 ના રોજ કોન્ટ્રાક્ટરે રૂ.7 લાખનુ બિલ ઊંચી ટકાવારી લેવા આઠ મહિનાથી ફાઇનલ બિલ ન બનાવી અટકાવ્યું હોવાની એફિડેવિટ કરી પ્રાંત અધિકારીથી માંડી પીએમઓ સુધી રવાના કરતાં ખળભળાટ મચી ગયો છે.
ઇડર રાણી તળાવ બ્યુટીફીકેશન માટે જય અંબે અર્થ મૂવર્સનું ટેન્ડર પાસ થયા બાદ સબલેટમાં કોન્ટ્રાક્ટર હિતેન્દ્રભાઇ પટેલ અને નરેન્દ્રસિંહ હડીયોલની ફર્મ હાઇટેક કન્સ્ટ્રક્શન દ્વારા કામ કરાયુ હતું. કામ પૂરૂ થઇ જતાં ફાઇનલ બિલના ચુકવણા માટે ચીફ ઓફિસર લીલાભાઇ ભલાભાઇ દેસાઇનો સંપર્ક કરતાં હતા. કોન્ટ્રાક્ટર અને ચીફ ઓફીસર વચ્ચે થયેલી વાતચીતના કથિત ઓડિયોમાં ચીફ ઓફિસર વારંવાર પૈસાની ઉઘરાણી કરતાં જણાય છે.
કોન્ટ્રાક્ટર અને સીઓ વચ્ચેનો આ છે ઓડિયો
સીઓ કહે છે પહેલાં આપણું પતાવો, આપણું તો પત્યુ નથી જેના જવાબમાં કોન્ટ્રાક્ટર કહે છે કાલે પતાવી દઇએ સાહેબ, સીઓ કહે છે કે આજે કેમ નહી કોન્ટ્રાક્ટર કહે છે હું અમદાવાદ છું સીઓ કહે છે વચ્ચે ગાંધીનગર તો આવેને કોન્ટ્રાક્ટર કહે છે પેમેન્ટ ઉપાડવુ પડે તેમ છે સીઓ કહે છે તો ઉપાડીલો કોન્ટ્રાક્ટર કહે છે એટીએમની 20 હજારની જ કેપેસીટી છે સીઓ કહે છે હવે ટુકડા કરવાની ક્યાં જરૂર છે બધા ભેગા આપી દોને કોન્ટ્રાક્ટર શક્ય ન હોવાનુ કહેતા સીઓ કહે છે હા તો હવારે ઉપાડી લો અને હવારે મને મળો.
ડિપોઝીટ પરત આપવા બીજી ટકાવારી માંગે છે
રાણી તળાવ બ્યુટીફીકેશનનુ કામ 89 લાખમાં રાખ્યુ હતુ. જેમાં અંદાજે 75 લાખનુ કામ કર્યું હતું. હાલ રૂ.3.25 લાખ ચીફ ઓફીસરને આપેલા છે અને પ્રમુખને પણ રૂ.3.15 લાખ આપેલા છે. હાલ 6 લાખ જેટલી ડિપોઝીટ જમા છે તે પરત આપવા માટે બીજી ટકાવારી માગે છે બે લાખને ત્રણ લાખ જેટલી માંગ કરી છે ચીફ ઓફીસરે નરેન્દ્રસિંહ હડીયોલ, કોન્ટ્રાક્ટર
આ અંગે મારે કંઇ કહેવુ નથી : સીઓ
સમગ્ર ઓડિયો અંગે ચીફ ઓફિસરે કહ્યું નો કોમેન્ટસ, મારે કંઇ કહેવુ નથી. લીલાભાઇ ભલાભાઇ દેસાઇ, ચીફ ઓફિસર, ઇડર

X
ઇડર રાણી તળાવની ફાઈલ તસવીરઇડર રાણી તળાવની ફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી