તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં કોન્સ્ટેબલ-GRD જવાન પર હુમલો

દાહોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CISFના કોન્સ્ટેબલ તથા BSFના જવાન સહિત ચારે હુમલો કર્યો
  • સરકારી કામમાં રૂકાવટ અને જાનથી મારવાની ધમકી આપી હતી

કતવરા પોલીસ મથકના અ.પો.કો. કૃષ્ણકુમાર નટવરસિંહ તથા જી.આર.ડી. સભ્યો પ્રશાંતભાઇ અભેસીંગભાઇ મેડા અને અદિયાભાઇ કલાભાઇ દેવધા ગતરોજ સવારે 11 વાગ્યાના અરસામાં ખંગેલા ચેક પોસ્ટ ઉપર ફરજ દરમિયાન પીટોલ તરફથી આવતા વાહનોની ચેકિંગ કરતા હતા. ત્યારે સાંજના 6.15 વાગ્યાના અરસામાં પીટોલ તરફથી આવતી એક કારને ઉભી રખાવી ચેક કરતાં હતા. ત્યારે ચાર વ્યક્તિઓ ગાડીમાંથી ઉતરી તમે અમારી ગાડી કેમ ઉભી રખાવી છે અમને ઓળખો છો તુ અમારી ગાડી રોકવા વાળો કોણ તેમ કહી ગાળાગાળી કરી એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને ચાર પૈકી એક વ્યક્તિએ કૃષ્ણકુમારનો શર્ટનો કોલર પકડી ગાડી કેમ રોકી તેમ કહી તમને જીવતા છોડવાના નથી કહી ચારેય જણાએ ઝપાઝપી કરી મોઢા ઉપર ઝાપટ મારવા લાગ્યા હતા. આ દરમિયાન જી.આર.ડી. સભ્ય પ્રશાંતભાઇ તથા અદિયાભાઇ છોડાવવા વચ્ચે પડતાં પ્રશાંતને જમણા હાથે કાંડા ઉપર લાકડી મારી નીચે પાડી દઇ ચારેય જણા ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.

એક ઇસમને તેના હાથમાં પથ્થર લઇ કૃષ્ણકુમારના માથામાં મારી દીધો હતો. કૃષ્ણકુમારે ફર્સ્ટ મોબાઇળને ફોન કરીને જાણ કરતાં ઘટના સ્થળે પહોંચી જતાં ચાર પૈકી ખંગેલાનો અને સી.આઇ.એસ.એફ.માં તમીલનાડુ કોઇમ્બતૂર થર્ડ બટાલીયનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો સુરમલભાઇ જામ્બુભાઇ સંગાડીયાને ઝડપી પાડ્યો હતો. જ્યારે ખંગેલાનો અને બી.એસ.એફ.માં ફરજ બજાવતો જશવંત કનુ મેડા, રાજુ કાળીયા મેડા અને તેમની સાથેનો એક વ્યક્તિ મળી ત્રણ જણા ભાગી ગયા હતા. આ સંદર્ભે કૃષ્ણકુમારે કતવારા પોલીસ મથકે ચારેય હુમલાખોર વિરૂદ્ધ સરકારી કામમાં રૂકાવટ અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો