તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિવાદ:મુરઘી ફાર્મનું પિંજરું બનાવવાની ના પાડતાં હુમલો

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરસ્વતીનગર-2 મહેતા ખાદી ઉદ્યોગની પાસે રહેતા અને બસ સ્ટેન્ડ રોડ સુરેખાવાડી પાછળ વેલ્ડીંગની કેબિને કામ કરતાં બાબુલાલ રામેતભાઈ ફતેપુરીયાએ બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા મુજબ ઇકબાલભાઈ રસુલભાઈ મમાણીએ મુરઘી ફોર્મનું પિંજરૂ બનાવવાનું કહ્યુ હતુ. પરંતુ બાબુભાઈએ પિંજરૂ બનાવવાની ના પાડી હતી. આથી ઇકબાલભાઈ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી પાઇપ વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. બાબુભાઈની કેબીન સામે જ રહેતા ઇકબાલભાઈ રસુલભાઈ મમાણી સામે હેડકોન્સ્ટેબલ ગણપતભાઈ દેવથળા તપાસ ચલાવી રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો