અનુચ્છેદ 370 / આ વખતે 75% કાશ્મીરી ગરમ કપડાં વેચવા નહીં આવે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • આ વખતે બંધને લીધે માલ તૈયાર થઈ શક્યો નથી
  • યુવકોને આતંકીઓની સાથે સાથે બીજા પ્રદેશોમાં થતી મોબ લિન્ચિંગની ઘટનાઓનો ભય

Divyabhaskar.com

Nov 03, 2019, 12:18 AM IST
અમિતકુમાર નિરંજન, શ્રીનગર/ નવી દિલ્હી: બડગામ જિલ્લાથી લગભગ 15 કિમી દૂર સિંગલીપુરા ગામ છે. અહીં એક દાયકા પહેલાં સુધી આતંકીઓનો ભય હતો. સેનાએ સ્થાનિકોની મદદથી અહીંથી આતંકીઓનો સફાયો કરી નાખ્યો. વિસ્તારમાં શાંતિ તો થઈ છે પણ હાલ આર્થિક સમસ્યા વધી છે.
બીજા પ્રદેશોમાં થતી મોબ લિન્ચિંગની ઘટનાઓનો ભય પણ સતાવે છે
સિંગલીપુરા ગામમાં રહેતા નજીર અહેમદ લોન દિલ્હીમાં ગરમ કપડાં વેચવા માટે સ્ટોલ લગાવે છે. પણ નિરાશા સાથે કહે છે કે ભગવાન જાણે ચાલુ વર્ષે ગામડાં અને પરિવારના લોકોનો ખર્ચ કેવી રીતે ચાલશે. કારણ પૂછતાં કહે છે કે નવેમ્બરમાં ગામમાં અડધા તૃતીયાંશથી વધુ પુરુષ દેશના અલગ અલગ પ્રદેશમાં કાશ્મીરી ગરમ કપડાં વેચવા જાય છે પણ આ વખતે બે કારણોને લીધે તે માલ નહીં વેચી શકે. એક તો આ વખતે બંધને લીધે માલ તૈયાર થઈ શક્યો નથી. બીજું અહીંના યુવકોને આતંકીઓની સાથે સાથે બીજા પ્રદેશોમાં થતી મોબ લિન્ચિંગની ઘટનાઓનો ભય પણ સતાવે છે. નજીર દર વર્ષે નવેમ્બરમાં દિલ્હી આવી જતો હતો. અહીં દરિયાગંજમાં એક રૂમમાં સાતથી આઠ કાશ્મીરી યુવક રોકાતા હતા પણ આ વખતે નજીર ફક્ત બે સાથીઓ સાથે દિલ્હી આવી રહ્યો છે. બાકી માલની અછતને લીધે દિલ્હી નથી આવી રહ્યા.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે લગભગ એક લાખ કાશ્મીરી યુવક દેશના અલગ અલગ પ્રદેશોમાં પશ્મીના શોલ, સેમી પશ્મીના, પૂસા, એમપી શોલ, રફલ શોલ, કપ્તાન શોલ, પૂંછુ, ફિરન જેવાં ગરમ કપડાં વેચવા જાય છે.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી