તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:માટી પુરાણ વેળાએ હાથ વીજતારને અડી જતાં કરંટ લાગ્યો, યુવકનું મોત

વાલોડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાજીપુરા ગામે બચાવવા ગયેલા 3 યુવકોને પણ ઝટકો લાગતા ફંગોળાયા

વાલોડ તાલુકાના બાજીપુરા ગામે ત્રણ યુવાનો માટી પુરાણ કામ અર્થે ગયા હતા, તે અરસામાં ડીજીવીસીએલના પોલ અને પજારી સાથે બાંધેલ તાર સાથે સંપર્કમાં આવી જતાં એક યુવાનને વિજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવાનો બચાવવા જતાં કરંટને કારણે દૂર ફંગોળાતા બચી ગયા હતા.તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામમાં પીપળી ફળિયામાં સુરેખાબેન ગમનભાઈ ચૌધરીનાઓને ત્યાં ફળિયાના સુરેશભાઈ ચીમનભાઈ ચૌધરી,રાકેશભાઈ માનસિંગભાઈ ચૌધરી, અને સુનિલભાઈ બાબુભાઇ ચૌધરીનાઓ રાત્રીના સમયે માટી પુરાણ કરવા ત્રણ મજૂરો સાથે સંજયભાઈ ભાણાભાઈ ચૌધરી મજૂરી કામ કરવા આવ્યા હતા,

માટી પુરાણ કામ દરમ્યાન સંજયભાઈ તગારામાં માટી નાખી તગારું ખાલી કરી પરત થઇ રહયા હતા ત્યારે ડીજીવીસીએલના ઇલેક્ટ્રિક લાઈટના થાંભલા સાથે બાંધેલ તારને સંજયભાઈનો હાથ અડી ગયો હતો,જે તારમાં વીજ પ્રવાહ અકસ્માતે ચાલુ હોય વીજ કરંટ સંજયભાઈને લાગ્યો હતો, સંજયભાઈને વિજ કરંટ લાગતા સાથે કામ કરતા રાકેશભાઈ અને સુરેખાબેનનો છોકરો તારકભાઇ સંજયભાઈને બચાવવા ખેંચવા જતા ત્રણેય જણાને વીજ કરંટ લાગતા દૂર ફંગોળાઈ ગયા હતા, જેમાં સંજયભાઈને વિજ કરંટ વધુ લાગ્યો હોય કશું જ બોલી શક્યા ન હતા, તાત્કાલિક 108 ને ફોન કરતા 1008 ને આવવામાં થોડું મોડું થતા ફળિયામાં રહેતા શશીકાંન્તભાઇની કારમાં લઇ જતા હતા ત્યારે 108 એમ્બ્યુલન્સ બુટવાડા નજીક સામેથી આવતી હોય 108 માં સંજયભાઈને બેસાડયા બાદ વાલોડ રેફરલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, ત્યારે ફરજ પરના ડોકટરે સંજયભાઈને મરણ થયેલ જાહેર કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો