તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SPયુનિવર્સિટીનો યુ ટર્ન:અંતિમ ઘડીએ પરીક્ષા મોકુફ રહેતા જીવના જોખમે બહારથી આવેલા હજારો છાત્રોનો ખર્ચો માથે પડ્યો

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર શાળા બંધ રાખવાનો નિર્ણય લઈ શકતી હોય તો કોરોનાના કપરા કાળમાં પરીક્ષા મોકૂફનો નિર્ણય લેવામાં વિલંબ કેમ ?
  • તાકીદે સિન્ડીકેટ બોલાવી પરીક્ષા મોકુફ રાખવા નિર્ણય

સરદાર પટેલ યુનિવર્સિટીની સોમવાર, 23મી નવેમ્બરથી શરૂ થતી પરીક્ષા કોરોના સંક્રમણની સ્થિતિ ભયાવહ બની જતાં મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે, રવિવારની રજા હોવા છતાં પણ સાંજે ચાર વાગ્યે તાત્કાલિક સિન્ડીકેટ બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, પરીક્ષાના આગલા દિવસે આ નિર્ણય લેવામાં આવતા શુક્રવાર-શનિવારથી બહારગામથી પેંઈગગેસ્ટ અને હોસ્ટેલમાં રહેવા આવી ગયેલા વિદ્યાર્થીઓમાં ખર્ચો માથે પડતાં રોષની લાગણી જોવા મળી હતી.

સરદાર પટેલ યુનિવર્સિટીના સિન્ડીકેટ હોલમાં સાંજે ચાર વાગ્યે બેઠક યોજાઈ હતી. જેમાં 95 ટકા સભ્યો હાજર રહ્યા હતા. વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીની આગેવાની હેઠળ યોજાયેલી સિન્ડીકેટ બેઠકમાં તમામ સભ્યોએ પરીક્ષા મુલત્વી રાખવાનો સર્વાનુમતે નિર્ણય લીધો હતો. હાલમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે પરીક્ષા ન લેવાય તે જ હિતાવહ હોવાનું ધ્યાને રાખીને ઠરાવ પસાર કરાયો હતો. વધુમાં પરીક્ષાઓ યોજવા માટેનું નવું ટાઈમ ટેબલ હવે પછીથી જાહેર કરાશે. આમ, સોમવારથી શરૂ થતી સ્નાતકના ત્રીજા અને પાંચમા અને અનુસ્નાતકના ત્રીજા સેમીસ્ટરની પરીક્ષા મુલત્વી રખાઈ છે. પરીક્ષામાં અંદાજિત કુલ 40 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. જોકે, પરીક્ષાને કારણે એક-બે દિવસ પહેલાં વિદ્યાનગરમાં આવી ગયેલા બહારગામના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બહારગામથી આવેલા છાત્રોની તરફેણમાં વિદ્યાર્થી સંગઠનો કેમ ચુપ
ભાજપ પ્રેરિત એબીવીપી અને કોંગ્રેસ પ્રેરિત એનએસયુઆઈ પરીક્ષા મોકુફીને પોત-પોતાની જીત ગણાવી રહ્યા છે. સોશ્યલ મીડિયાની વોલ પર વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવાયો સહિતની પોસ્ટ મૂકી રહ્યા છે. ત્યારે હોસ્ટેલના નામ બદલવા અંગેના સૂચનો કરી વિરોધ પ્રદર્શિત કરતા વિદ્યાર્થી સંગઠનોએ વિદ્યાર્થી હિતમાં અગાઉ કેમ વિરોધ ન કર્યો એ બાબત પણ વિદ્યાર્થી આલમમાં ચર્ચાનો વિષય બની છે. વિદ્યાર્થી સંગઠનો અને બની બેઠેલા વિદ્યાર્થી નેતાઓ માત્ર જશ ખાટવા માટે જ વિરોધ પ્રદર્શિત કરતા હોય છે ત્યારે આવા સમયે જીવના જોખમે બહારગામથી આવેલા વિદ્યાર્થીઓની તરફેણમાં કેમ કોઈ વિદ્યાર્થી નેતા આગળ આવતા નથી એ પણ એક પ્રશ્ન છે.

અગાઉથી જ પરીક્ષાનો કાર્યક્રમ નક્કી કરી દેવાયો હતો : VC
સામાન્ય રીતે કોરોના અને તેના સંક્રમણનો ડર એટલો બધો વધી ગયો છે કે હાલમાં ચાલુ વર્ષનું શૈક્ષણિક વર્ષ સ્કીપ કરી દેવામાં આવે તેવો એક મત પ્રવર્તી રહ્યો છે. ત્યારે બીજી તરફ પરીક્ષા લેવાનો નિર્ણય કોણે લીધો હતો એમ પૂછતાં વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, એક મહિના પહેલાં જ પરીક્ષાનો કાર્યક્રમ નક્કી કરી દેવાયો હતો. જોકે, એક તરફ રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીઓ પરીક્ષા યોજવી કે નહીં તે અંગે હજુ વિચારણા કરી રહી છે ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અગાઉ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે પરીક્ષા લીધી હતી. અને પરીક્ષા લેવાનું પણ આયોજન કરી દેવાયું હતું. જોકે, વિવાદ બાદ આખરે પરીક્ષા મુલત્વી રાખી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો