દુર્ઘટના:પલસાણા હાઈવે પર વાહનની અડફેટે બાઇક પર સવાર 2 સગા સાઢુનું મોત

પલસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

પલસાણાની સીમમાં ને.હા.48 પર અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા 2 સગા સાઢુંનું મોત થયું હતું. ગતબુધવારે પલસાણા તાલુકાના વીંઝોડિયા ગામે પાછલા ફળિયામાં રહેતાં નીતિનભાઈ ઠાકોરભાઈ હળપતિ પોતાની મોટરસાયકલ બજાજ પ્લેટીના GJ 19 BB 9959 પર સાઢુભાઈ નવીનભાઈ છોટુભાઈ રાઠોડને લઈ નવસારી ખાતે છઠ્ઠીના પ્રસંગમાં હાજરી આપવા ગયા હતાં.

જે દરમિયાન પરત ફરતી વખતે બુધવારે મોડી રાતે 10 વાગ્યાના અરસામાં પલસાણા ગામની સીમના સાબર હોટલની સામે ને.હા.48 પર મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક પર મોટરસાયકલને પાછળથી કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બને મોટરસાયકલ સવાર રોડ પર પટકાયા હતા.

જેમાં નવીન રાઠોડને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું તો નીતિનભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારી સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ લઈ જતી વખતે 108 એમ્બ્યુલન્સમાં જ પ્રાણ પાંખરુ ઉડી ગયું હતું ઘટના અંગે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પલસાણા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...