તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:દયાપર પોલીસે રજૂઆત માટે આવેલા માલધારી લોકોની ધરપકડ કરી લીધી

દયાપર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાના ભાડરાના ગ્રામજનો પવનચક્કી મુદ્દે ધા નાખવા ગયા હતા

લખપત તાલુકાના નાના ભાડરામાં ઉભી કરાઇ રહેલી પવનચક્કીઓને કારણે ગૌચર તેમજ પર્યાવરણને નુક્સાન થઇ રહ્યું છે જેને લઇને કામ પર રોક લગાવાય તેવી માગ સાથે નાના ભાડરાના માલધારીઓએ મંગળવારે કલેક્ટરને રજૂઆત કરી હતી જેમાં આત્મ વિલોપનની ચીમકી પણ અપાઇ હતી. બુધવારે આ પશુ પાલકો દયાપર પોલીસ મથકે ધા નાખવા પહોંચતા પોલીસે 13 લોકોની ધરપકડ કરતાં રોષ ફેલાયો હતો.

પશુ પાલન અને સૂકી ખેતી પર આધારિત નાના ભાડરાના માલધારીઓના કબજા-ભોગવટાની ચારિયાણ જમીનો પર સુઝલોન કંપની દ્વારા પવનચક્કી ઉભી કરવાની સાથે વીજ પોલની કામગીરી કરાતા તેમજ ખેતરોમાંથી આડેધડ રસ્તાઓ બનાવી નાખવામા આવતાં કંપની સામે કાયદેસર કાર્યવાહીની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. તેના બીજા દિવસે બુધવારે ગામ લોકો દયાપર પોલીસ મથકે લેખિત રજૂઆત કરવા ગયા હતા તે દરમિયાન પોલીસે 13 લોકોની ધરપકડ કરી હતી.આ બાબતે પીએસઆઇ અંકુશ ગેલોતનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું હતું કે, રજૂઆતમાં આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારાઇ હતી જેને લઇને ધરપકડ કરાઇ હતી અને સાંજે સાત વાગ્યાના અરસામાં મામલતદાર સમક્ષ રજૂ કરીને જામીન પર છોડી દેવાયા હતા.બીજી બાજુ ગામના આગેવાન કરણ રબારીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, અમને રજૂઆત કરવાનું છોડો અને પવનચક્કીના પોઇન્ટ દીઠ લાખોના હિસાબે રૂપિયા લઇ લ્યો તેવું પ્રલોભન અપાયું હતું અને કંપની તો ગમે તે ભોગે કામ ચાલુ રાખશે જ તેમ પણ કહેવાયું હતું.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો