તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ચોમાસુ સત્ર:વિધાનસભાના સત્રમાં 24 જેટલા વિધેયક પસાર થશે

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાનું ચોમાસુ સત્ર 21 સપ્ટે.થી મળશે
  • વિધાનસભામાં પ્રવેશ લેનાર તમામનો ટેસ્ટ થશે

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર તા. 21મીથી મળશે. પાંચ દિવસ મળનારા વિધાનસભા સત્રમાં 24 જેટલા સરકાકરી વિધેયક પસાર થશે. વિધાનસભામાં જતા દરેકના કોવિડ-19નો ટેસ્ટ થશે તેમ વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, ધારાસભ્યોના કોવિડ-19ના ટેસ્ટ માટે વિધાનસભા ભાજપ પક્ષના દંડક પંકજ દેસાઇના કાર્યાલયમાં વ્યવસ્થા કરાઇ છે.

જાડેજાએ કહ્યું હતું કે, રાજ્યમાં કોરોના કાળના વિપરીત સંજોગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સરકારી સંકલ્પ રજૂ કરાશે. જે 24 વિધેયકો રજૂ થવાના છે તેમાં મુખ્યત્વે ગુંડા ધારા એકટ, પાસાના કાયદામાં સુધારો, ભૂમાફિયા એકટ અને મહેસૂલી સેવાના રજીસ્ટર એક્ટ અંગેના વિધેયકો રજૂ કરાશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો