તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:ખાનગીકરણ સામે 15 લાખ વીજકર્મી ગુરુવારે વિરોધ કરશે

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર
  • સૌરાષ્ટ્રમાં વીજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવાની ભીતિ

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો હસ્તકની સરકારી વીજ વિતરણ કંપનીઓનું ખાનગીકરણ કરવાના નિર્ણયના વિરોધમાં તારીખ 26ને ગુરુવારે એકસાથે અંદાજે 15 લાખ વીજકર્મી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે તેવી જાહેરાત ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન દ્વારા કરવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પણ વીજકંપનીના ઈજનેરો ગુરુવારે વિરોધ પ્રદર્શન કરવાના હોય ઠેર ઠેર વીજ વિતરણ વ્યવસ્થા કથળી જવાની ભીતિ સેવાઈ રહી છે.

વીજક્ષેત્રના ખાનગીકરણની પ્રક્રિયાનો વિરોધ કરવા માટે સમગ્ર દેશના 15 લાખથી વધુ વીજકર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવા સાથે ખાનગીકરણથી થનારા ગેરફાયદાઓ અંગે જાગૃતિ લાવવાનું કાર્ય કરશે.26મીએ સવારે 10 કલાકથી દેશભરમાં વીજ ઈજનેરો ઇન્ડિયન ઈલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ડ બિલ-2020 પ્રક્રિયા તાત્કાલિક અસરથી રદ કરવી, સ્ટાન્ડર્ડ બીડ ડોક્યુમેન્ટ-2020ના પરિપત્ર મુજબની ગાઈડલાઈન પ્રમાણે ડિસ્કોમ વીજકંપનીઓની ખાનગીકરણ કરવાના હેતુસરની ટેન્ડર પ્રક્રિયાઓ તાત્કાલિક અસરથી અટકાવી રદ કરવી, કેન્દ્રશાસિત અને રાજ્યોમાં કાર્યરત ખાનગી વીજકંપનીઓ અને ફ્રેન્ચાઈઝ પ્રથા બંધ કરવી, નવી પેન્શન સ્કીમ રદ કરી જૂની પ્રથ લાગુ કરવા સહિતની માગણીઓ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર હોવાનું ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન ભારત સંઘપ્રદેશના સેક્રેટરી આર.બી. સાવલિયાએ જણાવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો