તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફરિયાદ:પાર્ટનર તરીકે ભાઈને બહાર કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ કર્યુ અને મિત્રએ પણ છેડતી કરી

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મૂળ રાજસ્થાની 24 વર્ષની માધવી( નામ બદલ્યું છે) હાલ હીરાબાગ વિસ્તારમાં રહે છે.3 વર્ષ પહેલા તે ગોડાદરામાં રહેતી હતી. તેનો ભાઈ મનિષ( નામ બદલ્યું છે)એ કાપડ દલાલ ભવાનીશંકર ભોજરાજ મહેશ્વર(રહે.ભટાર) સાથે પાર્ટનરશિપથી કાપડની દુકાન શરૂ કરી હતી. તેથી ભવાનીશંકર મનિષના ઘરે વારંવાર જતા માધવી સાથે ઓળખાણ થઈ હતી. ઘણી વખત મનિષનો ફોન લાગતો ન હતો ત્યારે ભવાનીશંકર માધવી સાથે વાત કરતો હતો. એક વખત ભવાનીશંકર માધવીને મળવા તેના ઘરે ગયો હતો. ત્યારે માધવી એકલી હોય મનિષને ધંધામાંથી પાર્ટનર તરીકે બહાર કરી દેવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ ધમકી આપીને વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.બાદમાં તેના મિત્રએ પણ છેડતી કરી હતી. ભવાનીશંકરે માર્કટમાં વાત ફેલાવી કે તેણે મનિષની બહેન સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને તેની પાસેથી રૂપિયા પણ લીધા છે. જેથી ત્રસ્ત થઈને માધવીએ ભવાનીશંકર અને તેના મિત્ર વિરુદ્ધ લિંબાયત પોલીસમાં બળાત્કાર અને છેડતીની ફરિયાદ નોંધાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો