• Home
  • National
  • Arvind Kejriwal Gopal Rai AAP National Executive Meeting Latest News and Updates

રણનીતિ / આવતીકાલે AAPની રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાશે; ભાજપની જેમ રણનીતિ તૈયાર કરી દેશભરમાં સ્થાનિક ચૂંટણી લડશે

Arvind Kejriwal Gopal Rai AAP National Executive Meeting Latest News and Updates

  •  આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં 62 બેઠકો જીતીને સતત ત્રીજીવાર સત્તામાં આવી 
  • AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ રામલીલા મેદાનમાં રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે

Divyabhaskar.com

Feb 15, 2020, 05:14 PM IST

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીતની હેટ્રિક લગાવ્યા બાદ આમ આદમી પાર્ટી હવે ભાજપની જેમ દેશભરમાં પોતાની રણનીતિ તૈયાર કરશે. આ દરમિયાન પાર્ટીના વિકાસનું રાજકારણ, સકારાત્મક રાષ્ટ્રવાદ જેવા મુદ્દાઓનો પ્રચાર કરશે અને ભાજપની સામે એક પડકાર રજુ કરશે. આ માટે મંથન કરવા માટે રવિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના શપથગ્રહણ સમારોહ બાદ દિલ્હીમાં રાષ્ટ્રીય કારોબારી બેઠક બોલાવવામાં આવી છે. AAPએ સ્પષ્ટ કરી દીધું છે કે હવે તે દેશભરમાં સ્થાનિક ચૂંટણી પર ધ્યાન આપશે અને આ જ રીતે રાષ્ટ્રીય સ્તરે પહોંચશે.

AAPના દિલ્હી સંયોજનક ગોપાલ રાયે શનિવારે જણાવ્યું કે, હવે અમે પાર્ટીના સકારાત્મક રાષ્ટ્રવાદના સંદેશને જનતા વચ્ચે લઈ જશું. જેના દ્વારા નફરત અને વિભાજનકારી રાજકારણ પર આધારિત ભાજપના રાષ્ટ્રવાદને પડકારીશું. અમારા રાષ્ટ્ર નિર્માણ અભિયાનમાં જોડાવા માટે લોકો 9871010101 પર મિસ કોલ આપી રહ્યા છે. એક વખત મોટા પાયે વોલેંટિયર્સની નિમણૂક અને ટ્રેનિંગ થઈ જાય, ત્યારબાદ AAP દેશભરમાં ચૂંટણી લડશે. જો કે હાલ, અમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આગામી સ્થાનિક ચૂંટણી માટે ધ્યાન આપી રહ્યા છીએ.

‘અમારો રાષ્ટ્રવાદ સમાજના દરેક વર્ગ માટે શ્રેષ્ઠ જીવનની ગેંરટી છે’
રાયે ન્યૂઝ એજન્સીને કહ્યું કે, AAPનો રાષ્ટ્રવાદનો એજન્ડો એકદમ અગલ છે. દિલ્હી ચૂંટણીમાં અમે પ્રેમ અને સન્માનના સકારાત્મક રાષ્ટ્રવાદનો પ્રચાર કર્યો છે. જ્યારે ભાજપ તેના નફરત અને વિભાજનકારી એજન્ડા પર કામ કરે છે. દિલ્હીમાં કરવામાં આવેલો અમારો પ્રયોગ આખા દેશ માટે રોલ મોડલ બની ગયો છે. અમારો રાષ્ટ્રવાદ યોગ્ય શિક્ષણ, સ્વાસ્થ્ય અને ખેડૂતો સહિતના દરેક વર્ગને યોગ્ય જીવન આપવાની ગેંરટી આપે છે. જ્યારે ભાજપ દેશવાસીઓની ભાવનાનું સન્માન નથી કરતો અને તેમને માત્ર વોટની જ પડી હોય છે.

X
Arvind Kejriwal Gopal Rai AAP National Executive Meeting Latest News and Updates

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી