તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાઇનાન્સરને આપેલા 72 લાખ પરત ના મળતાં અરવલ્લી જિલ્લા ભાજપ મહિલા મહામંત્રી મીનાબેન પટેલના પતિનો ઝાડે લટકી આપઘાત

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફેમિલી સાથેનો ફાઇલ ફોટો - Divya Bhaskar
મૃતકની ફેમિલી સાથેનો ફાઇલ ફોટો
  • મોડાસાના દેવાયત ફાઇનાન્સરના મેહુલ જોષી સહિત ચાર સામે ફરિયાદ
  • મૃતક પૈસા માંગતા ત્યારે ફાઇનાન્સરો મકાનોમાં અને બાયડ જમીનમાં રોકાયા હોવાનું કહેતા
  • 3 વર્ષ વિતવા છતાં રૂપિયા પરત ન આવતાં રાજેન્દ્રભાઇ ટેન્શનમાં રહેતા, ખેડૂતને 42 લાખ રોકડા અને વ્યાજ સહિત 72 લાખ ફાઈનાન્સર પાસે લેવાના હોવાનું મૃતકે લખેલી સુસાઇડ નોટમાં ઉલ્લેખ

મોડાસા-ધનસુરાઃ કોલવડાના 42 વર્ષિય ખેડૂત અને અરવલ્લી જિલ્લાના ભાજપ મહિલા ભાજપના મહામંત્રી મીનાબને પટેલના પતિ રાજેન્દ્રભાઇ ઉર્ફે લાલાભાઇ મગનભાઇ પટેલે જમીન વેચાણના અને કેસીસીના નાણાં મોડાસાના દેવાયત ફાઇનાન્સર મેહુલ જોષીને આપ્યા હતા અને 3 વર્ષ વિતવા છતાં 72 લાખ પરત ન મળતાં કંટાળી રાજેન્દ્રભાઇએ સોમવારે કોલવડામાં પોતાની જમીન પાસે આવેલા ઝેઝીના વૃક્ષ સાથે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે ધનસુરા પોલીસ સ્ટેશનમાં 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.


મૃતક રાજેન્દ્રભાઈ સોમવારે 10-30 કલાકે ઘરેથી મોટરસાયકલ લઈને નીકળ્યા હતા. બાદમાં બપોર થયા છતાં ઘરે પરત ન ફરતાં મૃતકના પત્ની મીનાબેન પટેલે મૃતકના મોટાભાઈને નરેન્દ્રભાઈને જાણ કરતાં તેઓ કોલવડાની સીમમાં આવેલી જમીન તરફ ગયા હતા. જ્યાં શોધખોળ દરમિયાન યુવક ઝેઝીના વૃક્ષ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળતાં મૃતકના ભાઈએ પરિવારજનો અને ગ્રામજનોની જાણ કરતા તેઓ દોડી ગયા હતા. જ્યાં મૃતકની લાશને વૃક્ષ ઉપરથી નીચે ઉતારી હતી અને મૃતકના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી આવતા ધનસુરા પોલીસને જાણ કરી હતી.


આ અંગે મૃતક ખેડૂતના ભાઈ નરેન્દ્રભાઈ પટેલે ધનસુરા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મૃતક તેની પાસે વેચાણ કરેલ 13 વીઘા જમીનના વેચાણના પૈસા અને બેંકમાંથી ઉપાડેલ કેસીસીના નાણાં મોડાસાની દેવાયત ફાઇનાન્સમાં આપ્યા હતા અને પૈસા આપ્યા પછી ફાઈનાન્સરો આ પૈસા પરત આપતાં ન હોવાથી મૃતક છેલ્લા કેટલાય સમયથી ટેન્શનમાં રહેતો હતો. મૃતકે આપેલા રૂપિયા જ્યારે પણ પરત માગતો ત્યારે ફાઈનાન્સરોએ તેને આપેલા રૂપિયા મકાનોમાં અને બાયડ ખાતે આવેલી જમીનમાં રોકાયા હોવાનું કહીને રૂપિયા પરત આપતા ન હતા મૃતકની પૈસા લેવાની જરૂર પડતી ત્યારે બે જામીન અને સ્ટેમ્પ કરે ત્યારે પૈસા આપતા હતા. ખેડૂતને 42 લાખ રોકડ  અને વ્યાજ સહિત 72 લાખ રૂપિયા ફાઈનાન્સર પાસે લેવાના હોવાનું મૃતકે લખેલી સુસાઇડ નોટમાં ઉલ્લેખ 
કર્યો હતો.

આમની વિરુદ્ધ  ફરિયાદ નોંધા
1. મેહુલભાઈ જોશી રહે.   દેવાયત ફાઇનાન્સ, યોગીકૃપા શોપિંગ સેન્ટર, બસ સ્ટેશન રોડ, મોડાસા
2. રમેશભાઈ બારોટ રહે. ઇટાડી 
3. હર્ષદભાઈ રહે. મોડાસા 
4. પિનાકીનભાઇ પટેલ રહે. બાયડ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser