તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઘણનું આગમન:નેશનલ પાર્કમાં નવી વાઘણનું આગમનઃ ચંદ્રપુરથી પ્રજનન માટે લવાઈ

મુંબઈ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં નેશનલ પાર્કની ટાઈગર સફારીમાં ત્રણ વાઘણ મોજૂદ છે

સંજય ગાંધી નેશનલ પાર્કની ટાઈગર સફારીમાં નવી વાઘણનું આગમન થયું છે. ચંદ્રપુર સ્થિત વન્યજીવ નિવારા કેન્દ્રમાંથી આ વાઘણને પ્રજનન માટે લાવવામાં આવી છે. આ સાથે ટાઈગર સફારીમાં બીજલી (9 વર્ષની ઉંમર), મસ્તાની (9) અને લક્ષ્મી (19) એમ ત્રણ પ્રૌઢ વાઘણ છે.

ટાઈગર સફારીમાં નવ વાઙ નહીં હોવાથી ગયા વર્ષે નાગપુર ખાતેથી સુલતાન નામે પાંચ વર્ષના વાઘને પ્રજનન માટે લાવવામાં આવ્યો હતો. જોકે વાઘણની ઉંમર વધુ હોવાથી પ્રજનન થઈ શક્યું નહીં, એમ નેશનલ પાર્કમાં સંચાલક અને વન સંરક્ષક જી મલ્લિકાર્જુને જણાવ્યું હતું.

આથી નવી વાઘણની માગણી કરવામાં આવી હતી. તે અનુસાર ચંદ્રપુરથી નવી વાઘણ લાવવામાં આવી છે. આ વાઘણ ચંદ્રપુર પરિક્ષેત્રમાં આઠ મહિના પૂર્વે એક ગામ નજીક નધણિયાતી સ્થિતિમાં મળી આવી હતી. તે સમય તેની ઉંમર આશરે ત્રણ મહિના હતી. તેની માતા સાથે મુલાકાત કરાવવાનો પ્રયાસ વન વિભાગે કર્યો, પરંતુ તેમાં સફળતા મળી નહીં. તે સમયથી આ વાઘણ વન્યજીવ નિવારા કેન્દ્રમાં હતી. આ વાઘણની ઉંમર હાલમાં 11 મહિના છે. પ્રજનનક્ષમ થવા માટે તેની ઉંમર કમસેકમ અઢી વર્ષ હોવી અપેક્ષિત છે. આ પછી જ સુલતાન વાઘ સાથે તેનું પ્રજનન થઈ શકશે. હાલમાં આ વાઘણ ટાઈગર સફારીના પાંજરામાં સુવિધામાં મૂકવામાં આવશે. જોકે ટાઈગર સફારીમાં પર્યટકોને હાલમાં તેનાં દર્શન નહીં થશે. મુખ્ય વનસંરક્ષકની પરવાનગી પછી જ લોકો તેનાં દર્શન કરી શકશે, એમ મલ્લિકાર્જુને જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો