તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:દારૂ પીને કન્ટેનર ચલાવી રહેલા ડ્રાઇવરની ધરપકડ

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડસર બ્રિજ પાસેથી પુરઝડપે પસાર થતો હતો

વડસર બ્રિજ પાસે શનિવારે મોડી રાતે દારૂ પીને પુરઝડપે કંટેનર ચલાવતા ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી હતી. સદનસીબે શનિવારે રાતે કર્ફ્યું લાગુ કરાયો હતો ,નહી તો વાંકાચુકા અને પુરઝડપે ચાલતા કંટેનરના કારણે અકસ્માત સર્જાવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી હતી. માંજલપુર પોલીસની ટીમ 21 નવેમ્બરની રાતે રાત્રી કર્ફ્યુંનું પાલન કરાવવા માટે વડસર બ્રિજ પાસે બંદોબસ્તમાં હાજર હતી. આ દરમિયાન જ્યુપીટર ચાર રસ્તા તરફથી વડસર બ્રિજ તરફ એક કંટેનર પુરઝડપે અને વાંકુચુકુ આવી રહેલું જણાયું હતું. પોલીસે આ કંટેનરના ચાલકને ઊભા રહેવા ઈશારો કર્યો હતો. જેથી ડ્રાઈવરે પોલીસ કર્મચારીઓ પાસે કંટેનર લાવીને ઉભુ કરી દિધું હતું.

જ્યારે ડ્રાઈવરને નીચે ઉતરવા જણાવતા તેને મોટેથી બુમો પાડીને પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરી હતી. પોલીસની તપાસમાં કંટેનરનો ડ્રાઈવર પીધેલી હાલતમાં જણાઈ આવ્યો હતો. પોલીસે કંટેનરના ડ્રાઈવર રવિશંકર શિવશંકર ગીરી (રહે-પારસનગર,માંજલપુર)ની ધરપકડ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો