તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વાપીમાં પોલીસ સાથે બબાલમાં માતા-પિતા સહિત 4ની ધરપકડ

વાપી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કારને અટકાવતા ચાલક નાસી ગયો હતો

વાપી ડાભેલ ચેકપોસ્ટ ઉપર દમણથી આવતા એક કારને અટકાવતા તે નાસી ગયો હતો. થોડા સમય બાદ કારનો કાચ કેમ તોડ્યા કહી તેના સાગરીતોને લઇ પોલીસ સાથે બબાલ કરતા ગુનો નોંધાયો હતો. વાપી ટાઉન પોલીસના કર્મીઓ ગુરૂવારે ડાભેલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન દમણ તરફથી આવી રહેલા બલેનો કાર નં.જીજે-15-સીજે-9051ને અટકાવવા ઇશારો કરતા તે નાસી ગયો હતો. અડધા કલાક બાદ ચાલક એક મહિલા અને અન્ય બે પુરૂષને સાથે લઇ આવી ગાડીના પાછળના કાચ કેમ તોડ્યા કહી પોલીસ સાથે બબાલ કરી ટ્રાફિક જામ કરતા આ અંગે પીઆઇને જાણ કરાઇ હતી.

તાત્કાલિક મહિલા પોલીસ સાથે ટીમ મોકલાવી આરોપીઓને પોલીસ સ્ટેશને લવાયા હતા. ગાડીમાં ચકાસણી કરતા અંદરથી દારૂની બે બોટલો મળી આવી હતી. પોલીસે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી ગૌરીબેન રમેશ અંબાલાલ દવે, તેમના પતિ રમેશ અંબાલાલ દવે, પુત્ર પ્રિયંક રમેશ દવે ત્રણેય રહે.બ્લોક-25 અંબામાતા મંદિરની સામે ગુંજન અને સન્ની હિતેન્દ્ર પંચાલ રહે.બ્લોક-27 ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો