કાશ્મીર / POKને ભારતમાં સામેલ કરવા માટે આર્મી તૈયાર, આ અંગે સરકાર નિર્ણય કરશેઃ સેના પ્રમુખ

  • કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના બાકીના હિસ્સાને ભારતમાં સામેલ કરવું બીજું લક્ષ્ય 
  •  અનુચ્છેદ 370 હટાવાયા બાદ સેના પ્રમુખે 31 ઓગસ્ટે પહેલી વખત કાશ્મીરની મુલાકાત કરી હતી 
  • પાકિસ્તાની સેના પ્રમુખે કહ્યું હતું  કે, કાશ્મીર આપણી દુઃખતી નસ છે, જીવને જોખમમાં નાંખીને પણ હાંસિલ કરીશું 
     

Divyabhaskar.com

Sep 13, 2019, 12:33 AM IST

નવી દિલ્હીઃ સેના પ્રમુખ જનરલ બિપીન રાવતે ગુરુવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અંગે મોટું નિવેદન આપતા કહ્યું કે,હવે બીજું લક્ષ્ય POKને ફરી હાંસિલ કરવું અને તેને ભારતનો હિસ્સો બનાવવાનું છે. આવા મુદ્દાઓ પર સરકાર જ નિર્ણય લે છે. દેશની તમામ સંસ્થાઓ સરકારના આદેશ પ્રમાણે કામ કરશે, સેના ખડેપગે છે. રાવતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદમાં પાક. વડાપ્રધાન ઈમરાન ખાન આવતીકાલે મોટી રેલી યોજી રહ્યા છે.

તમને જેટલી ખુશી થઈ, તેટલી અમને પણ થઈ
આ દરમિયાન પાક. વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશી દ્વારા કાશ્મીરને ભારતનું રાજ્ય કહેવા મુદ્દે પૂછાયેલા સવાલના જવાબમાં રાવતે કહ્યું કે આ સાંભળીને તમને જેટલી ખુશી થઈ, તેટલી અમને પણ થઈ છે. આ હકીકત છે. જમ્મુ-કાશ્મીરની સ્થિતિ મુદ્દે રાવતે કહ્યું કે રાજ્યના લોકોએ એ સમજવું જરૂરી છે કે ત્યાં જે કંઈ થઈ રહ્યું છે તે તેમના માટે જ છે. સરકારે ખાસ પગલાં લીધાં છે. કલમ 370 હટાવી છે. એ બધું જમ્મુ-કાશ્મીરને ભારતમાં એકીકૃત કરવા કરાયું છે. અમે ઈચ્છીએ છીએ કે ખીણમાં શાંતિ સ્થાપવા માટે ત્યાંના નિવાસી સુરક્ષાદળો અને તંત્રને એક તક આપે. તેમણે 30 વર્ષ આતંક સહન કર્યો છે. હવે ત્યાં શાંતિપ્રક્રિયાને તક આપવી જોઈએ. એ પછી જ તેમને ખબર પડશે કે, શાંતિપ્રક્રિયાથી તેમને શું મળશે.

સરકારનું બીજું લક્ષ્ય જમ્મુ કાશ્મીરના બાકીનો ભાગ: જિતેન્દ્ર સિંહ
આ પહેલા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે મંગળવારે કહ્યું હતું કે, સરકારનું બીજું લક્ષ્ય જમ્મુ કાશ્મીરના બાકીનો ભાગ(પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)ને ભારતમાં સામેલ કરવાનું છે. આ મારો કે પાર્ટીનો એજન્ડા નથી. આ રિઝોલ્યુશન તો 1994માં સંસદમાં પીવી નરસિમ્હારાવની સરકારના સમયમાં પાસ કરાયો હતો.

કાશ્મીર માટે અંત સુધી લડીશુંઃ પાકિસ્તાન આર્મી ચીફ
6 સપ્ટેમ્બરે પાકિસ્તાન આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ કહ્યું હતું કે, કાશ્મીર આપણી દુખતી નસ છે. આપણા કાશ્મીરી ભાઈ બહેનો માટે અંત સુધી લડીશું. કાશ્મીરી જનતા ભારતની હિન્દુવાદી સરકાર અને ત્યાંની સેનાના અત્યાચારોનો શિકાર બની રહી છે. ઘાટીમાં ભારત સમર્થિત આતંકવાદ છે. આપણું છેલ્લું લક્ષ્ય શાંતિપૂર્ણ અને મજબૂત પાકિસ્તાન બનાવવાનું છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી