તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • 'Arjun Reddy' Fame Shalini Pandey Said Ranveer's Jayeshbhai Jordaar Got Only Due To Luck.

‘અર્જુન રેડ્ડી’ ફૅમ શાલિની પાંડેએ કહ્યું, રણવીરની ‘જયેશભાઈ જોરદાર’ માત્રને માત્ર નસીબને કારણે મળી

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની એક્ટ્રેસ શાલિની પાંડે બોલિવૂડ ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’થી બોલિવૂડ ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ છે. યશરાજ બેનરની આ ફિલ્મ શાલિનીને કેવી રીતે મળી, તેને લઈ હાલમાં એક્ટ્રેસે વાત કરી હતી.

માત્ર નસીબને કારણે
શાલિનીએ કહ્યું હતું કે તેને માત્રને માત્ર નસીબને કારણે આ ફિલ્મ મળી છે. તે યુનિવર્સનો આભાર માને છે. એક દિવસ તે ફ્રેન્ડ સાથે એક રેસ્ટોરાંમાં ગઈ હતી. અહીંયા શાનુ (શાનુ શર્મા, યશરાજ બનેરની કાસ્ટિંગ ડિરેક્ટર) કેટલાંક લોકો સાથે બેઠી હતી. શાનુની બાજુમાં જે ટેબલ હતું, તેમાં બે વ્યક્તિ બેસી શકે તેમ હતી અને તે ત્યાં જ ફ્રેન્ડ સાથે બેઠી હતી. જોકે, તે ટેબલ શાનુના ટેબલ સાથે જોડાયેલું હતું. 

બીજા ટેબલ પર જતી રહી
વધુમાં શાલિનીએ કહ્યું હતું કે શાનુ પોતાના ટેબલ પર કંઈક મહત્ત્વની વાતની ચર્ચા કરતી હતી અને તેને ત્યાં બેસી રહેવું થોડું અજુગતું લાગ્યું હતું અને તેથી જ તે ફ્રેન્ડ સાથે બીજા ટેબલ પર જતી રહી અને તેણે ત્યાં ભોજન લીધું હતું. તેની અને શાનુ વચ્ચે એક પણ શબ્દની આપ-લે થઈ નહોતી.

બીજીવાર પણ આ ઘટના બની
શાલિનીએ ઉમેર્યું હતું કે થોડાં સમય બાદ ફરીથી આ જ પરિસ્થિતિ બની હતી. તે અન્ય કોઈ બિસ્ટ્રોમાં ગઈ હતી અને ત્યાં તેણે શાનુ શર્માને જોઈ હતી. આ વખતે પણ બિસ્ટ્રોમાં કોઈ ટેબલ ખાલી ના હોવાથી તે શાનુની બાજુમાં આવેલા ટેબલ પર જ બેઠી હતી પરંતુ તેમની વચ્ચે કોઈ વાતચીત થઈ નહોતી.

મેસેજ ડિલિટ થઈ ગયો
શાલિનીએ આગળ કહ્યું હતું કે એક દિવસ તે ઈન્સ્ટાગ્રામમાં મેસેજ ચેક કરતી હતી અને તેને શાનુનો મેસેજ જોવા મળ્યો હતો. તે મેસેજ જોઈને ઘણી જ ઉત્સાહમાં આવી ગઈ હતી પરંતુ તેણે મેસેજ ઓપન કરવાને બદલે ડિલિટ નાખ્યો હતો. જોકે, શાનુની ટીમના એક મેમ્બરે તેને ફોન કરીને ઓડિશન આપવાની વાત કરી હતી. જોકે, તે સમયે તેને ખ્યાલ નહોતો કે તેને કઈ ફિલ્મ માટે બોલાવવામાં આવી છે પરંતુ તે ઓડિશનની વાતથી જ ઘણી જ ખુશ હતી.

લાંબી પ્રક્રિયા બાદ સિલેક્ટ થઈ
ફિલ્મના પ્રોડ્યૂસર મનીષ શર્માએ કહ્યું હતું કે ફિલ્મ માટે હિરોઈનને કાસ્ટ કરવી એ એક લાંબી પ્રક્રિયા છે. રણવીર સાથે પડદાં પર જામે તેવી એક્ટ્રેસ ‘જયેશભાઈ જોરદાર’માં લેવાની હતી. શરૂઆતમાં શાલિની ક્યાંય પિક્ચરમાં જ નહોતી. નસીબને આધારે તે મળી ગઈ. ખરી રીતે, તો ત્રણ યુવતીઓને પસંદ કરવામાં આવી હતી અને આમાંથી એકને ફાઈનલ કરવાની હતી. દિવ્યાંગ ઠક્કર (ફિલ્મના ડિરેક્ટર) સાથે આ ત્રણેય યુવતીઓની વર્કશોપ શરૂ થઈ હતી. જોકે, શાલિની જ્યારે આવી ત્યારે તેનામાં ટેલેન્ટ હોવાનું ધ્યાનમાં આવ્યું અને તેને ફાઈનલ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો