તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:ડ્રગ્સ કેસમાં અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડના ભાઈની ધરપકડ

મુંબઇ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતમાંથી બહાર આવેલા બોલીવૂડ- ડ્રગ્સ કનેકશન કેસની તપાસ વચ્ચે, અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિયલા ડિમેટ્રિએડ્સનો દક્ષિણ આફ્રિકાનો નાગરિક ભાઇ એગિસિલોઝની રવિવારે ડ્રગ્સ મામલામાં ધરપકડ કરી હતી.

એનસીબીના જણાવ્યા મુજબ, આ કેસમાં ધરપકડ કરાયેલા ઘણા બધા ડ્રગ્સના તસ્કરો સાથે તે સંપર્કમાં હતો. તેને રવિવારે બપોરે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને એનસીબી કસ્ટડીમાં રિમાન્ડ મેળવ્યા છે. સુશાંત- રિયા કેસના ડ્રગ્સના આરોપી પેડલરો સાથે તે સંપર્કમાં હતો. આરોપીનો આ કેસ સાથે સીધો સંબંધ છે અને તેથી તેની ધરપકડ કરવામાં આવી છે, એમ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું હતું.

ગેબ્રિયલા અર્જુન રામપાલની લીવ-ઇન પાર્ટનર છે અને આ યુગલને એક અરિક નામનો પુત્ર છે. તેઓ સોશિયલ મિડિયા પર ખૂબ સક્રિય છે અને ઘણી વાર તેમના ચાહકો સાથે પ્રેમભરી તસવીર શેર કરતાં જોવા મળે છે. અર્જુન રામપાલે અગાઉ મેહર જેસિકા સાથે લગ્ન કર્યાં હતાં અને તેના પ્રથમ મેરેજથી બે પુત્રીઓ છે.

ગયા અઠવાડિયે, બોલીવૂડ-ડ્રગ્સ કનેકશનના કેસમાં એનસીબી દ્વારા ધરપકડ કરાયેલા ધર્મેટિક એન્ટરટેઈનમેન્ટના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ નિર્માતા ક્ષિતિજ રવિ પ્રસાદે વિશેષ અદાલતમાં કહ્યું હતું કે અર્જુન રામપાલ સહિતના કલાકારોને એજન્સી અધિકારીઓ દ્વારા ખોટી રીતે ફસાવી દેવા માટે તેની પર દબાણ કરવામાં આવી રહ્યું છે. બેન્ગલુરુના કોટનપેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડ્રગ કેસમાં આદિત્ય આલ્વા ફરાર હતો. ડ્રગ્સના કેસમાં ફરાર આદિત્ય આલ્વાની શોધમાં બેન્ગલુરુ પોલીસે મુંબઇ સ્થિત બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોયના નિવાસસ્થાને દરોડા પાડ્યાના એક દિવસ બાદ વધુ એક નામ બહાર આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો