એક્વિઝિશન / એરિસ લાઇફસાયન્સિસે સ્વિત્ઝર્લેન્ડની નોવાર્ટિસ AG પાસેથી રૂ. 93 કરોડમાં ઝોમેલિસ ટ્રેડમાર્ક હસ્તગત કર્યો

એરિસ લાઇફસાયન્સિસનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અમિત બક્ષી
એરિસ લાઇફસાયન્સિસનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અમિત બક્ષી

  • કંપની ભારતીય બજારમાં 10 ડિસેમ્બરથી ઉત્પાદનોનું વેચાણ શરૂ કરશે

Divyabhaskar.com

Dec 04, 2019, 10:59 PM IST

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: એરિસ લાઇફસાયન્સિસે સ્વિત્ઝર્લેન્ડની નોવાર્ટિસ એજી પાસેથી વિડાલગ્લિપ્ટિન આધારિત ફોર્મ્યુલેશન્સ ટ્રેડમાર્ક ઝોમેલિસ અને એની સાથે સંબંધિત ટ્રેડમાર્કનું 13 મિલિયન ડોલર (અંદાજીત રૂ. 93 કરોડ)માં હસ્તગત કરવાની જાહેરાત કરી હતી. ઝોમેલિસનો ઉપયોગ ટાઇપ 2 ડાયાબીટિસમાં થાય છે અને ડીપીપી 4 ઇન્હિબિટર્સ તરીકે જાણીતી એન્ટિ-ડાયાબેટિક ડ્રગ્સની નવી કેટેગરી હેઠળ થાય છે. કંપની ભારતીય બજારમાં 10 ડિસેમ્બરથી ઉત્પાદનોનું વેચાણ શરૂ કરશે.

એરિસ લાઇફસાયન્સિસનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અમિત બક્ષીએ કહ્યું હતું કે, ઝોમેલિસનું એક્ઝિવિશન અમને ભારતમાં ડાયાબીટિસ કેર માર્કેટમાં અમારી પોઝિશનને મજબૂત કરવામાં મદદરૂપ થશે. ઝોમેલિસ સુપર સ્પેશિયાલિટી પ્રીસ્ક્રિપ્શન્સમાં મજબૂત બ્રાન્ડ છે અને લગભગ 10 વર્ષથી પ્રમોટ કરવામાં આવે છે. અમારી ઇનઓર્ગેનિક વૃદ્ધિની સ્ટ્રેટેજી અમને દર્દીઓ માટે અમારી પ્રોડક્ટ ઓફરને મજબૂત કરવા વિવિધ સારી તકો પ્રદાન કરે છે.

એરિસ દ્વારા આ પ્રથમ ઇનોવેટર ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ ટ્રેડમાર્ક એક્વિઝિશન છે. કંપનીએ અગાઉ ચાર એક્વિઝિશન કર્યા છે. એરિસે ડિસેમ્બર, 2017માં રૂ. 500 કરોડનાં સોદામાં સ્ટ્રાઇડ્સ શાસુનનો બ્રાન્ડેડ બિઝનેસ પોર્ટફોલિયો એક્વાયર કર્યો હતો, જેના પરિણામે સીએનએસ ડ્રગ સેગમેન્ટમાં કામગીરી વધી છે. એરિસે અગાઉ યુટીએચ, કાઇનડેક્સ અને અમાય ફાર્મા (ટ્રેડમાર્ક્સ) એમ ત્રણ એક્વિઝિશન ન્યૂટ્રાસ્યુટિકલ્સ, મહિલાઓનાં સ્વાસ્થ્ય, આઇવીએફ સેગમેન્ટ માટે કર્યું હતું.

X
એરિસ લાઇફસાયન્સિસનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અમિત બક્ષીએરિસ લાઇફસાયન્સિસનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અમિત બક્ષી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી