રાજકોટ / શહેરમાં દૂધની ડેરી પાસે આરીફ ચાવડા નામના શખ્સની હત્યા, ગણતરીના કલાકોમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી

મૃતક આરીફની ફાઇલ તસવીર
મૃતક આરીફની ફાઇલ તસવીર
X
મૃતક આરીફની ફાઇલ તસવીરમૃતક આરીફની ફાઇલ તસવીર

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 11:48 PM IST

રાજકોટ. રાજકોટમાં દૂધની ડેરી પાસે મોડી રાતે આરીફ ચાવડાની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 આરોપીની ધરપકડ કરી છે. હાલ આ મામલે બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે, તેના પાડોશમાં રહેતા ટકો છાશવાળા તરીકે ઓળખાતા શખ્શે આરીફને છરીના ઘા ઝીકી હત્યા કરી હોવાની ચર્ચા થઈ રહી છે. આ ઘટનાની જાણ થતા જ થોરાળા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક મુસ્લિમ સમાજનો અગ્રણી છે અને તે ભાજપ સાથે સંકળાયેલો હોવાનું પણ જાણવા મળ્યું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી