તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:મોરબીના હિસ્ટ્રીશીટર મુસ્તાક મીરનો ભાઈ આરિફ ઝડપાયો

મોરબી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી આરીફ
  • મોરબીના હિસ્ટ્રીશીટર મુસ્તાક મીરનો ભાઈ આરિફ ઝડપાયો
  • આરીફ જેલમાંથી ફરાર થતાં તેની સામે ધરપકડ વોરંટ ઇશ્યૂ થયું હતું

મોરબીના કુખ્યાત હિસ્ટ્રીશીટર મુસ્તાક મીરની હત્યા બાદ શરૂ થયેલી મુસ્તાક મીરના ભાઈ આરીફ મીર અને હિતુભા ઉર્ફે હિતેન્દ્રસિંહની ગેંગવોરને કારણે મોરબીમાં 2018માં જાહેરમાં અંધાધુધ ફાયરિંગ અને હત્યાની ઘટના બની હતી. જેમા જે તે વખતે મોરબી જિલ્લા પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા હતા. આ પ્રકરણમાં એટીએસ દ્વારા હિતુભાની ધરપકડ કર્યા બાદ સામા પક્ષે આરોપી આરીફ મીરને પણ જેલ હવાલે કરવા ઉચ્ચકક્ષાએથી દબાણનો સામનો કરી રહેલી મોરબી જિલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાએ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા આદેશ કર્યા હતા.જે બાદ એલસીબીની ટીમે આરીફ મીરની ગતિવિધિ પર નજર રાખી હતી. દરમિયાન આરીફ મીર અમદાવાદથી મોરબી જિલ્લામાં આવતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી અને માળીયાના ભીમસર ચોકડી પાસેથી ક્રેટા કારને રોકી તલાશી લેતા બાતમી સાચી ઠરી હતી. એલસીબીએ 2011માં કાલિકા પ્લોટમાં પોલીસ કાર્યવાહી માટે પોલીસ પાર્ટી પર હુમલા કરવાના ગુનામાં 5 વર્ષની જેલની સજા જાહેર થયા બાદથી ફરાર થયેલા મુસ્તાક મીરના ભાઇ આરીફ મીરને ઝડપી લીધો હતો.

આરિફ મીર વિરુદ્ધ 24 ગુના નોંધાયા
આરોપી આરીફ મીર વિરુદ્ધ 2003માં પ્રથમ વખત પ્રોહીબિશન એકટ હેઠળનો ગુન્હો દાખલ થયો હતો, 2004માં મારામારીનો ગુનો, 2008માં બે વખત મારામારીના ગુના નોંધાયા હતા. 2009થી 2011 દરમિયાન ત્રણ પ્રોહીબિશન ગુના, 2011માં પોલીસ ટિમ પર હુમલો કરી પોલીસ કર્મીઓ સાથે મારામારી કરી સરકારી ફરજમાં રૂકાવટ તેમજ અન્ય મારામરીની ગુનો નોંધાયા હતા. તેજ વર્ષે તેના પર એક હત્યાનો ગુનો નોંધાયો હતો.2013માં ફરી મારામારી અને હત્યાના ગુના નોંધાયા હતા. 2014માં દારૂની હેરાફેરી અને રોયોટિંગનો ગુનો નોંધાયા હતા. 2015માં પણ દારૂની હેરાફેરી, રાયોટિંગ,જુગાર સહિતના 7 ગુના નોંધાયા હતા. 2016માં છેતરપીંડી, મારામારીના બે ગુનો દાખલ થયા હતા. તો 2017માં પણ તેના વિરુદ્ધ ગુના મળી કુલ 24 ગુના નોંધાયા છે.

2011માં પોલીસ પર હુમલો કર્યો હતો
આરોપી આરીફ મીરને 2011માં પોલીસ ટિમ પર હુમલાની ઘટનામાં ચીફ કોર્ટે આરોપી આરીફ મીર અને તેના સાગરીતને બે વર્ષની કેદની સજા ફટકારી હતી જે બાદ સેસન્સ કોર્ટે એક આરોપીની સજા માફ કરી આરીફને પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી. જો કે કોઈને કોઈ રીતે આરીફ જેલની બહાર નીકળી ફરાર થઈ ગયો હતો. જે બાદ તેના વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ થયું હતું.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો