તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિમકી:ભીમાસર (ભુ.) PHCમાં તબીબની નિમણૂક, ભાસ્કરના અહેવાલની તંત્ર એ તાબડતોબ નોંધ લીધી

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગ્રામજનો દ્વારા અપાઇ હતી તાળાબંધીની ચિમકી રાપર તાલુકાના ભીમાસર ભુટકિયાના પ્રાથમિક અારોગ્ય કેન્દ્રમાં લાંબા સમયથી તબીબની નિમણૂક કરાતી ન હોવાના ભાસ્કરના અહેવાલની નોંધ લઇ તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ડોક્ટરની નિમણૂક કરાઇ છે.લાંબા સમયથી ભીમાસર ભૂટકિયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબની જગ્યા ખાલી હોવાનો અહેવાલ ભાસ્કરમાં આવતાં જ રવિવારે આધોઇમાં ફરજ બજાવતાં ડોકટરને તાત્કાલિક ફરજ પરનો આદેશ કરાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ભીમાસરના સરપંચ સંકેત રાજપૂત, કુંભાભાઈ ચાવડા વગેરેએ છેલ્લા બે મહિનાથી એમ.બી.બી.એસ. તબીબની જગ્યા ખાલી હોવાના કારણે ભીમાસર ભુટકિયા તથા આજુબાજુના ગામો અને વાંઢોના લોકોને આરોગ્ય મુદ્દે પારાવાર મુશ્કેલી પડતી હોવાની રજૂઆતો કરી હતી. તબીબની નિમણૂક નહીં કરાય તો આગામી સમયમાં પી.એચ.સી.ને તાળાબંધી કરાશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ચિમકી સાથેના અહેવાલ બાદ તાત્કાલિક અસરથી જિલ્લા પંચાયત દ્વારા આધોઇ ખાતે આયૂષ તબીબ તરીકે ફરજ બજાવતાં ડો. રોશન બ્લાતની 12 કલાકના સમયમાં જ ભીમાસર ભૂટકિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફૂલ ટાઈમ નિયુક્તિનો આદેશ કરાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો