પાલનપુર / એરોમા સર્કલ પર દબાણો હટાવવા આવેદનપત્ર અપાયું

Application for clear  Aroma Circle traffic

  • રોજના ટ્રાફિકના કારણે પાલનપુરમાં આકેસણ માર્ગ પરની સોસાયટીઓના બાળકો શાળાએથી હવે ઘરે મોડા પહોંચે છે

Divyabhaskar.com

Dec 10, 2019, 08:53 AM IST
પાલનપુરઃ પાલનપુરમાં એરોમા સર્કલ પર ટ્રાફિક ભયંકર હદે વધી જતાં આકેસણ માર્ગ પરની સોસાયટીઓના બાળકો સ્કૂલથી હવે ઘરે મોડા પહોંચવા લાગ્યા છે. સ્કૂલ બસો સહિતના સ્થાનિક વાહનો અટવાતા તકલીફોનું તાત્કાલિક નિવારણ લાવવા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખે સોમવારે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઉપરાંત મુખ્યપ્રધાનને પણ સમગ્ર હાડમારી મામલે લેખિત રજૂઆત કરાઇ છે.
સોમવારે પણ આકેસણ માર્ગ તરફ જતી સોસાયટીઓમાં અવર-જવર માટેનો એક જ રસ્તો હોવાથી ટ્રાફિક વધી જતાં સ્કૂલ બસ 30 મિનિટ સુધી ટ્રાફિકમાં અટવાઇ હતી. જેથી કેટલાક વાલીઓ બાળકોને લઇ સતત ચિંતિત રહે છે. દિવસ દરમિયાન ટ્રકોના અવર-જવરના પ્રશ્નનો ઉકેલ લાવવા કલેક્ટર સંદિપ સાંગલેને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને જીઆઇડીસી પ્રમુખ દેવીલાલ જાંગીડએ સોમવારે લેખિત રજુઆત કરી કેટલાક સૂચનો કર્યા હતા. જે મુજબ સર્કલ પરથી તમામ પ્રકારના દબાણો હટાવી દેવામાં આવે, સર્વિસ રોડ ખુલ્લા કરાવી અમદાવાદ, ડીસા, આબુરોડ તરફ મુસાફરો માટે વાહનો ન ઉભા રાખવામાં આવે તેમજ શહેરમાં પ્રવેશવાના અન્ય માર્ગો પહોળા બનાવવા અડચણરૂપ દબાણો તાત્કાલિક હટાવવામાં આવે. જે અંગે જિલ્લા કલેકટરે ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
X
Application for clear  Aroma Circle traffic

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી