ઈનિશિએટિવ / એપલના પ્રોડક્ટ ડિઝાઈન Sir Jony Iveએ નોકરી છોડી, 20 વર્ષ કરતાં વધુ સમયથી કંપની સાથે જોડાયેલા હતા

Apples chief product designer Sir Jony Ive  left the job

  • ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઈનર સર જોનાથન પોલ 'જોની' ઈવ તરીકે પણ ઓળખાતા

Divyabhaskar.com

Jun 29, 2019, 12:15 PM IST

ગેજેટ ડેસ્ક. અમેરિકાની દિગ્ગજ ટેક કંપની 'એપલ'ના ચીફ ડિઝાઈન ઓફિસર Sir Jony Iveએ કંપનીને અલવિદા કરી દીધી છે. તેમને Sir Jonathan Iveના નામથી પણ ઓળખવામાં આવે છે. 20 વર્ષ કરતાં વધુ સમય એપલ સાથે કામ કર્યું. તેમણે iPhone અને iMac સહિત એપલના અનેક ઉત્પાદનો માટે જાણીતી ડિઝાઈન તૈયાર કરી હતી. એપલ છોડ્યા પછી તેઓ કોઈ બીજી કંપનીમાં જોડાવા નથી માંગતા પરંતુ પોતાની ડિઝાઈન કંપની બનાવશે, જેનું નામ 'LoveForm' એવું હોઈ શકે. એપલ માટે સારી બાબત એ છે કે જોને બહાર રહીને પણ એપલ માટે કામ કરવાની ખાતરી આપી છે.

વર્ષ 1997માં સ્ટિવ જોબ્સે બીજી વાર એપલની કમાન સંભાળી ત્યારે કંપની અત્યંત કપરા કાળમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે જોબ્સ અને જોનીએ બેસીને પ્રોડક્ટને અત્યાધુનિક બનાવવાનો વિચાર કર્યો. જોનીની થિયરી એ છે કે, પ્રોડક્ટ અંદરથી જેટલી સારી હોય, એટલી બહારથી પણ સુંદર લાગવી જોઈએ. આ વાત જોબ્સને પસંદ આવી ગઈ અને આ રીતે જોનીને એપલ પ્રોડક્ટ્સની ડિઝાઈનિંગનું કામ સોંપાયું. જોનીએ પહેલીવાર આઈમેક ડિઝાઈન કર્યું હતું. ત્યાર પછી આઈપોડ, આઈફોન અને આઈપેડ પણ તેમણે જ ડિઝાઈન કર્યા.

જોનીએ કારકિર્દીની શરૂઆત લંડનમાં ડિઝાઈનિંગ ફર્મ રોબર્ટ્સ બીવર ગ્રૂપ સાથે કરી હતી. ત્યાર પછી મિત્રો સાથે મળીને ટેંગરીન સ્ટાર્ટ અપ શરૂ કર્યું. ત્યાં જોન ટૂથબ્રશથી લઈને માઈક્રોવેવ ઓવન, વૉશ બેસિન અને ટોઈલેટ્સ ડિઝાઈન કરતા હતા. એકવાર તેમની ટોઈલેટ ડિઝાઈનને એક ક્લાયન્ટે એવું કહીને નકારી દીધી કે આ ખૂબ જ મોંઘી અને અત્યાધુનિક છે એટલે લોકો તેનો સ્વીકાર નહીં કરે. ત્યાર પછી જોનીએ ટેંગરીન માટે કામ કરવાનું બંધ કરી દીધું. આ દરમિયાન તેમણે 1991માં કન્સલ્ટન્ટ તરીકે એપલને સેવા આપવાનું શરૂ કર્યું અને 1992માં એપલ જોઈન કર્યું.

જોનીને તેમના પિતા માઈકલ જોન ઈવના કારણે ડિઝાઈનિંગમાં રસ પડ્યો. માઈકલ ફર્નિચર બનાવતા હતા. ચાંદીની મૂર્તિઓ અને સુંદર કૃતિઓ બનાવવાના તેઓ નિષ્ણાત હતા. જોની કહે છે કે, હું મારા પિતાને કામ કરતા જોતો. તેઓ ઘરની ચીજોને એસેમ્બલ કરતા. એલાર્મ ક્લોક, રેડિયો ખોલીને ફરી જોડી દેતા. હંમેશા ડ્રોઈંગ કરતા. ત્યાર પછી મને પણ રસ પડ્યો, જેને મારા પિતાએ પ્રોત્સાહન આપ્યું. તેમણે મને નાની-નાની ચીજોની ડિઝાઈન, તેનું એસ્થેટિક્સ, સૌંદર્ય વગેરે વિશે જણાવવાનું પણ શરૂ કર્યું. તેઓ રોયલ કોલેજ ઓફ આર્ટ, રોડ આઈલેન્ડ સ્કૂલ ઓફ ડિઝાઈન, યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજની ઓનરરી ડિગ્રીઓ સાથે રોયલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગના ઓનરરી ફેલો પણ હતા.

'હું'ના બદલે 'આપણા' પર વિશ્વાસ કરે છે...

જોની વિશે ઘણા લોકો કહે છે કે, તેઓ વાતચીમાં 'હું'ના બદલે 'આપણે' શબ્દ પર જ ભાર મૂકે છે. તેઓ દરેક બાબતનો જવાબ 'આપણે' એટલે કે 'we'માં આપે છે. તમામને શ્રેય આપવાની આ રીત જ તેમને મહાન બનાવે છે. તેઓ સારા કોમ્યુનિકેટર પણ છે. જોની કહે છે કે જો તમે સારા ડિઝાઈનર છો, તો જે લોકો ડિઝાઈન નથી સમજતા એ લોકોને પોતાનું કામ સમજાવવું બહુ જરૂરી છે. 2012માં બ્રિટનનાં મહારાણીએ જોનીનું નાઈટહૂડનો ખિતાબ આપીને સન્માન કર્યું હતું.

X
Apples chief product designer Sir Jony Ive  left the job
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી