• Home
  • National
  • Appeals to US India Freeing detention leaders in Kashmir, allowing foreign diplomats to go there

અનુચ્છેદ 370 / અમેરિકાની ભારતને અપીલ- કાશ્મીરમાં નજરકેદ નેતાઓને મુક્ત કરવામાં આવે, વિદેશી ડિપ્લોમેટ્સને ત્યાં જવાની મંજૂરી મળે

Appeals to US India - Freeing detention leaders in Kashmir, allowing foreign diplomats to go there

  • અમેરિકાએ કહ્યું- કાશ્મીરની સ્થિતિ સામાન્ય કરવા માટે ભારતે પ્રશંશનીય પગલા ભર્યા
  • 16 દેશના ડિપ્લોમેટ્સે તાજેતરમાં જ કાશ્મીરના પ્રવાસની પ્રશંશા કરી

Divyabhaskar.com

Jan 25, 2020, 05:02 PM IST

વોશિન્ગટન: અમેરિકાએ કહ્યું કે વિદેશી ડિપ્લોમેટ્સને કોઇ પણ પ્રકારની અડચણ વિના કાશ્મીર જવાની મંજૂરી આપવામાં આવે અને છેલ્લા 5 મહિનામાં નજરકેદ રાખવામાં આવેના નેતાઓને તાત્કાલિક મુક્તિ સુનિશ્વિત થાય.આ વાત એશિયાઇ મામલાઓના અમેરિકન પ્રતિનિધિ એલિસ વેલ્સે શનિવારે કહી હતી. 16 દેશના ડિપ્લોમેટ્સે કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો. વેલ્સે ભારતની આ પહેલની પ્રશંશા કરી હતી.

CAAનો વિરોધ લોકતાંત્રિક રીતે થઇ રહ્યો છે- વેલ્સ
વેલ્સે તાજેતરમાં જ રાયસીના ડાયલોગમાં સામેલ થવા દિલ્હી પહોંચ્યા હતાં. તેમણે કહ્યું- ભારતના પ્રવાસ દરમિયાન મને નાગરિકતા સંશોધન કાયદાને લઇને ઘણી વાતો સાંભળવા મળી. અહીં જે કંઇ ચાલી રહ્યું છે તેને હું એક લોકતાંત્રિક પ્રક્રિયા કહીશ. અહીં લોકો રસ્તાઓ પર છે. તેને લઇને રાજકારણ, મીડિયા અને કોર્ટમાં ચર્ચા ચાલી રહી છે. હું કાયદા અંતર્ગત તમામની સમાન સુરક્ષાના સિદ્ધાંતની વકાલત કરું છું.

16 દેશા પ્રતિનિધિ 2 દિવસ કાશ્મીરમાં રહ્યાં
અમેરિકા, આર્જેન્ટિના, બાંગ્લાદેશ, વિયેતનામ અને માલદીવ સહિત 16 દેશના ડિપ્લોમેટ્સે 15 અને 16 જાન્યુઆરીએ જમ્મૂ-કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે અનુચ્છેદ 370 હટાવ્યા બાદની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે સામાન્ય લોકો, સામાજિક કાર્યકર્તાઓ, પત્રકારો, કાશ્મીરી નેતાઓ અને કાશ્મીરી પંડિતો સાથે મુલાકાત કરી હતી.

X
Appeals to US India - Freeing detention leaders in Kashmir, allowing foreign diplomats to go there

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી