તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • App. Caste Student Completes Law Studies By Doing Sewing Work, Financial Assistance By Minister Of State For Bar Council Exams

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્થિક સહાય:અનુ. જાતિના છાત્રે સિલાઇ કામ કરીને કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો, બાર કાઉન્સિલની પરીક્ષા માટે રાજ્યમંત્રી દ્વારા આર્થિક સહાય

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને બાર કાઉન્સિલની પરીક્ષા પાસ કરવા માટે ફી પેટેની રકમ ભરપાઇ કરવા કચ્છી રાજ્યમંત્રી દ્વારા આર્થિક સહાય અપાઇ હતી. પાકિસ્તાન સરહદની બાજુમાં આવેલા ભચાઉ તાલુકાના ધોળાવીરાના રહેવાસી અનુસૂચિત જાતિના કિશોર ગરવાના માતા-પિતાના સ્વર્ગવાસ બાદ તમામ જવાબદારી તેમના પર આવી ગઇ હતી. તેમ છતાં હિંમત હાર્યા વિના કિશોરે સિલાઇ કામ કરવાની સાથે એલએલ.બી.ની પરીક્ષા પાસ કરી હતી.

ત્યારબાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા લેવાતી સનદ મેળવવા માટેનીં પરીક્ષા આપવાની હોઇ આ માટે આર્થિક મદદની જરૂર હોઇ તેણે રાજયમંત્રી વાસણ આહીરને આર્થિક રીતે મદદરૂપ બનવા ગાંધીનગર પત્ર લખ્યો હતો. આહીરે ભચાઉ એ.પી.એમ.સી.ના વાઇસ ચેરમેન નારણ આહીરનો સંપર્ક કરી તેમની મારફતે કિશોર ગરવાને શનિવારે રતનાલ ગૃરૂકૃપા ફાર્મ હાઉસ ખાતે ‌રૂબરૂ બોલાવી રૂપિયા 15000ની જરૂરિયાત સામે રૂપિયા 20000 રોકડની આર્થિક મદદ કરી એક ઉમદા કાર્ય કર્યું હોવાનું અંજાર ભાજપ બક્ષીપંચ મોરચા મીડિયા સેલ કન્વીનર બળદેવપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો