CAA વિરોધ / અનુરાગ કશ્યપે કહ્યું, કોઈને એટલાં પણ ના ડરાવો કે તે ડરવાનું જ બંધ કરી દે

Anurag Kashyap said, Don’t scare someone so much that they stop being afraid
X
Anurag Kashyap said, Don’t scare someone so much that they stop being afraid

Divyabhaskar.com

Dec 20, 2019, 11:48 AM IST
મુંબઈઃ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ, એક્ટ્રેસ શબાના આઝમી સહિતના ઘણાં બોલિવૂડ સેલેબ્સે નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કર્યો છે. ઘણાં સેલેબ્સ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાનું વિચારી રહ્યાં છે, કેટલાંક વિરોધ પ્રદર્શનના સમર્થનમાં ટ્વીટ કરી છે.
 

કયા સેલેબ્સે શું ટ્વીટ કરી?

અનુરાગે દેખાવકારોના સમર્થનમાં ટ્વીટ કરીને કહ્યું હતું, કોઈને એટલાં પણ ના ડરાવો કે તે ડરવાનું જ બંધ કરી દે.

કમલ હસને બેંગલુરુમાં ઈતિહાસકાર રામચંદ્ર ગુહાની અટકાયતનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સરકારે રામચંદ્ર ગુહા, યોગેન્દ્ર યાદવ જેવા વ્યક્તિની અટકાયત કરીને સત્યાગ્રહની આગ લગાવવાની સરકારની મૂર્ખતા પર આનંદ અનુભવું છું. જોકે, મને તેમની સલામતીની ચિંતા છે. ભારત તેમની સાથે છે. 

ખુશ્બુએ કમલ હસનનો આભાર માનતી ટ્વીટ કરી હતી. કમલ હસને રાજકારણથી આગળ જઈને પોતાનો અવાજ ઉઠાવ્યો છે. વિદ્યાર્થીઓ સુધી પહોંચવું અને તેમને જરૂર હોય ત્યારે હાજર રહેવું એ યોગ્ય પગલું છે. આપણે એકબીજા સાથે વાત કરીશું અને આપણે વિદ્યાર્થીઓની સાથે છીએ. તમારા જેવા વધુ લોકો હોવા જોઈએ. 

સોની રાઝદાને કહ્યું હતું કે હાલમાં તેઓ પંજાબમાં શૂટિંગ કરતાં હોવાથી વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ શકશે નહીં પરંતુ તે દેખાવકારોની સાથે છે.

અનુભવ સિંહાએ ટ્વીટ કરી હતી, જ્યારે તેઓ પૂછે કે તમારો નેતા કોણ છે, કોણ ચહેરો છે? તો તેમને જવાબ આપજો કે તમે, હું અને આપણે બધા જ છીએ. 

હુમા કુરૈશીએ કહ્યું હતું, વિશ્વ જોઈ રહ્યું છે. ભારત નરેન્દ્ર મોદી તથા અમિત શાહનો વિરોધ કરી રહ્યું છે. અમને ચૂપ કરવાનો પ્રયાસ ના કરો. 

શબાના આઝમીએ મલ્ટીપલ વીડિયો શૅર કર્યાં છે, જેમાં તેઓ પતિ જાવેદ અખ્તર તથા પિતા કૈફીની કવિતાઓ બોલે છે. 

પ્રિયંકા ચોપરાએ ટ્વીટ કરી હતી, આપણું સપનું છે કે દરેક બાળકને શિક્ષણ મળે. શિક્ષણ એ છે, જે તેમને સ્વતંત્ર રીતે વિચારવાની તાકત આપે છે. આપણે તેમનો પોતાનો અવાજ હોય તે માટે મોટા કર્યાં છે. આ લોકશાહીમાં શાંતિથી વિરોધ કરવો અને હિંસા સાથે ભળી જવું એ ખોટું છે. દરેક અવાજ દેશને બદલવા માટે કામ કરશે અને દરેક અવાજની ગણતરી થશે. 

12. દેશભરમાં વિરોધ

મુંબઈમાં પણ CAA વિરુદ્ધ હિંસક પ્રદર્શન ચાલી રહ્યું છે. આ કાયદા વિરુદ્ધ દેખાવ કરવા જઈ રહેલા ઓગસ્ટ ક્રાંતિ મેદાનના પ્રવેશ દ્વાર પર લાઠીચાર્જ થયો છે. મોટી સંખ્યામાં લોકો દેખાવ કરવા માટે રસ્તા પર ઉતાર્યા છે. દિલ્હી સ્થિત એઈમ્સે પોતાના કેમ્પસમાં કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ લગાવ્યો છે. એઈમ્સે આ અંગે તમામ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, નર્સ અને સ્ટાફને કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શનમાં  સામેલ ના થવાનું કહ્યું છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં વોઈસ, SMS, ઈન્ટરનેટની સુવિધાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કર્ણાટકમાં બેંગલુરુ સહિત ઘણાં જિલ્લાઓમાં ત્રણ દિવસ (21 ડિસેમ્બરની રાત સુધી) કલમ 144 લાગુ રહેશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી