ક્લેશ / અનુરાગ બાસુની મલ્ટિ સ્ટારર નેક્સ્ટ ફિલ્મ આવતા વર્ષે 24 જાન્યુઆરીએ રિલીઝ થશે, કંગનાની ફિલ્મ 'પંગા' સાથે ટકરાશે

Anurag Basu's multi star next film will be released on January 24 next year, with Kangana's film 'Panga'

  • ફિલ્મમાં અભિષેક બચ્ચન, આદિત્ય રોય કપૂર, રાજકુમાર રાવ, ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા અને પંકજ ત્રિપાઠી સામેલ
  • આ ફિલ્મ 4 અલગ અલગ સ્ટોરીની એક્શન કોમેડી એન્થોલોજી ફિલ્મ

divyabhaskar.com

May 01, 2019, 06:28 PM IST

બોલિવૂડ ડેસ્ક: ફિલ્મમેકર અનુરાગ બાસુની આગામી ફિલ્મ એક એક્શન કોમેડી એન્થોલોજી છે. એન્થોલોજી એટલે અલગ-અલગ વાર્તાઓનો સંગ્રહ. નેટફ્લિક્સ પરની ફિલ્મ 'લસ્ટ સ્ટોરિઝ' પણ એન્થોલોજી ફિલ્મ છે, જેમાં 4 શોર્ટ સ્ટોરિઝ છે. ડિરેક્ટર અનુરાગ બાસુની આ અનટાઇટલ્ડ ફિલ્મ હવે 24 જાન્યુઆરી, 2020ના રોજ રિલીઝ થશે. અગાઉ આ ફિલ્મ આ વર્ષે 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, આદિત્ય રોય કપૂર, રાજકુમાર રાવ, ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા અને પંકજ ત્રિપાઠી સામેલ છે. આ ફિલ્મ કંગનાની ફિલ્મ 'પંગા' સાથે આવતા વર્ષે 24 જાન્યુઆરીએ જ રિલીઝ થવાની હોવાથી બોક્સ ઓફિસ પર ટકરાશે.

સ્ટોરી
ફિલ્મની સ્ટોરી જીવનના નજરઅંદાજ ન કરી શકાય તેવા ખતરાઓ પર આધારિત હશે. ફિલ્મમાં 4 અલગ અલગ સ્ટોરી હશે જે ભારતની મેટ્રોમાં સેટ હશે. આ ફિલ્મને ભૂષણ કુમાર, દિવ્યા ખોસલા કુમાર, બાસુ, તાની સોમારિતા બાસુ અને કૃષ્ણ કુમાર પ્રોડ્યૂસ કરી રહ્યા છે.

X
Anurag Basu's multi star next film will be released on January 24 next year, with Kangana's film 'Panga'

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી