તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળમાં રાહત ભર્યા સમાચાર:લેબમાં કોરોના વાઈરસને મારનારી એન્ટીબોડીનું નિર્માણ

વોશિંગ્ટન5 દિવસ પહેલાલેખક: કેથરીન વૂ
  • કૉપી લિંક
  • કમ્પ્યૂટરથી પ્રોટીન બનાવાયું અને પછી તેને ઊંદર પર અજમાવ્યું
  • બંને રિસર્ચનું હજુ મનુષ્ય પર પરીક્ષણ કરાયું નથી

કોરોના વાઈરસ નવો છે, પરંતુ સૃષ્ટિએ ઘણા સમય પહેલા માનવોને તેને ઓળખવાના હથિયાર - એન્ટીબોડી આપેલા છે. વાય આકારના આ પ્રોટીન તત્વો વાઈરસને શરીરની કોશિકાઓમાં પ્રવેશતા અટકાવે છે. હવે વિજ્ઞાનીઓએ લેબોરેટરીમાં એન્ટીબોડી તૈયાર કરી લીધી છે. વોશિંગટન યુનિવર્સિટીની રિસર્ચરોની એક ટીમે એક મોલીક્યૂલથી કોરોના વાઈરસને નિષ્ક્રિય કરતી એન્ટીબોડી (મિનીબાઈન્ડર) બનાવી છે.

ઊંદર અને તેના જેવા અન્ય એક પ્રાણી હેમસ્ટરની નાકમાં એન્ટીબોડી નાખવામાં આવી તો આ પ્રાણી બીમાર પડ્યા નથી. આ ઉપરાંત વિજ્ઞાનીઓની એક બીજી ટીમે વાઈરસને મારનારા એન્ટીબોડી બનાવ્યા છે.

પ્રોટીનના આ મોલીક્યુલને સુકવીને ફ્રીઝરમાં મુક્યા પછી ગમે ત્યાં મોકલી શકાય છે. પ્રોજેક્ટ સાથે જોડાયેલી એક રિસર્ચર લારેન કાર્ટરે કહ્યું કે, ‘આ પ્રોડક્ટ અત્યારે પ્રારંભિક અવસ્થામાં છે. બજારમાં આવતા વાર લાગશે’. શક્ય છે કે, આગળ જતાં તેને નેસલ સ્પ્રે તરીકે ઉપયોગ કરી શકાય. મિનીબાઈન્ડર એન્ટીબોડી નથી, પરંતુ તે એન્ટીબોડી જેવા જ વાઈરસને નિષ્ફળ બનાવે છે. કોરોના વાઈરસ કોઈ કોશિકાના એસીઈ-2 નામના તાળાને ખોલીને તેમાં પ્રવેશે છે. એસીઈ-2 મનુષ્યની કોશિકાના બહારના ભાગમાં રહે છે. મનુષ્યની ઈમ્યુન સિસ્ટમની એન્ટીબોડીઝ આ પ્રક્રિયાને અટકાવે છે.

અનેક વિજ્ઞાનીને આશા છે કે, એન્ટીબોડીઝ જેવા મિનીબાઈન્ડર કોવિડ-19થી પ્રભાવિત લોકોના ઈલાજમાં મદદ કરશે કે તેમને બીમાર પડતા અટકાવશે. આ દરમિયાન બેકર લેબના વિજ્ઞાનીઓએ બાયોકેમિસ્ટ લાંગશિંગ કાવની આગેવાનીમાં એન્ટીબોડીનો એક અન્ય વિકલ્પ તૈયાર કર્યો છે. રિસર્ચરોએ લેબોરેટરીમાં બનાવેલા આ પ્રોટીનના લાખો કણોને કમ્પ્યૂટરની મદદથી મિશ્ર કરાયા છે. સાયન્સ મેગેઝિનમાં રિસર્ચની વિગતો અપાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો