તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટિ એસિડિટીની દવા ‘રેનિટિડિનથી કેન્સર થવાનું જોખમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રેનિટિડિન સસ્તી કિંમતમાં મળતી દવા છે, જેનો ઉપયોગ પેટમાં એસિડિટીને ઓછી કરવામાં થાય છે
  • આ દવામાં રહેલા રસાયણથી કેન્સર થવાનાં જોખમને કારણે આ ચેતવણી આપવામાં આવી છે

હેલ્થ ડેસ્ક: ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયાએ મંગળવારે એન્ટિ એસિડિટીની જાણીતી દવા રેનિટિડિન (Ranitidine) માટે જાહેર હિતની ચેતવણી આપી છે. આ દવામાં રહેલા રસાયણથી કેન્સર થવાનાં જોખમને કારણે ચેતવણી આપવામાં આવી છે. રેનિટિડિન સસ્તી કિંમતમાં મળતી દવા છે, જેનો ઉપયોગ પેટમાં એસિડિટીને ઓછી કરવામાં થાય છે.


ભારતમાં દવાઓની ક્વૉલિટી, સેફટી અને ગુણવત્તાને નિયંત્રિત કરતી સંસ્થા ‘ધ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશ’એ રેનિટિડિન દવાના ડિટેઈલમાં પરીક્ષણ માટે એક્સપર્ટ કમિટીને રિફર કરી છે. એક્સપર્ટ ટીમ દેશભરમાં જુદી જુદી બ્રાન્ડ્સના નામથી વેચાતી આ દવાની તપાસ કરશે.

ટેબલેટ અને ઇન્જેક્શન સ્વરૂપે પણ આ દવા ઉપલબ્ધ છે
‘ડાયરેક્ટરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ’ના ડ્રગ્સ કન્ટ્રોલર વી. જી. સોમાણી જણાવે છે કે, ‘તમામ રાજ્યોને નોટિસ આપીને રેનિટિડિન દવા માટે ચેતવણી આપવામાં આવી છે અને આ દવાના ઉત્પાદકો સામે કડક કાર્યવાહી માટે પણ કહેવામાં આવ્યું છે.’ આ દવાનો ઉપયોગ એસિડિટી ઉપરાંત આંતરડાંની બીમારી, ગેસ્ટ્રોઈસોફેગલ ડિસીઝ, ઈસોફેગાઈટિસમાં પણ ઉપયોગી છે. આ દવા અલગ અલગ ફોર્મ્યુલામાં ટેબલેટ અને ઇન્જેક્શનના સ્વરૂપમાં ઉપલબ્ધ છે.

ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવાનું વેચાણ થાય છે
રેનિટિડિન એક પ્રિસ્ક્રિપ્શન ડ્રગ છે. એટલે કે આ દવા ખરીદવા માટે ડોક્ટરનું  પ્રિસ્ક્રિપ્શન હોવું આવશ્યક છે. તેમ છતાં આ દવા પ્રિસ્ક્રિપ્શન વગર સરળતાથી મળી રહે છે. આ દવામાં રહેલાં રસાયણો કેન્સરનાં જોખમ સાથે સંકળાયેલાં છે. તેની તપાસ સૌ પ્રથમ અમેરિકાની FDA (ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન)એ કરી હતી. ભારતમાં રેનિટિડિન દવાનું ઉત્પાદન રોકવા માટે કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે. ડ્રગ કન્ટ્રોલર વિભાગના આદેશ મુજબ ડોક્ટર્સને આ દવા પ્રિસ્ક્રાઈબ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો