તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૌભાંડ:ગ્રાન્ટ કૌભાંડમાં વધુ એક ફણગો 40 લાખની છેતરપિંડીનો આક્ષેપ

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી ગ્રાન્ટમાં કૌભાંડ મામલે તટસ્થ તપાસની માંગ
  • અરજદારે RTI ની માહિતી માંગતા ધાક ધમકી મળેલ
  • 25 % માહિતી મળતા કૌભાંડ બહાર આવ્યું

પાલિતાણામાં બી.આર.સી અને સી.આર.સી તથા આચાર્યો દ્વારા મેળાપીણુ કરી એસ.એસ.એ સરકારી ગ્રાન્ટમાંથી રૂ.25 લાખનુ કાૈંભાડ કરી ઉચાપત કરનાર 12 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પાલિતાણાના ધીરૂભાઇ શંભુભાઇ ચૌહાણ દ્વારા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટરને લેખીતમાં અરજી કરેલ જે મામલે વધુ એક ફણગો બહાર આવેલ.

અરજદાર ધીરૂભાઇ શંભુભાઇ ચૌહાણ સાથે વાતચીત કરતા તેમણે જણાવેલ કે તેઓએ તા.11-9-2020 થી 18-9-2020 સુધીમાં તેઓએ 7 થી 8 વખત આર.ટી.આઇની માહિતી માટે અરજી કરેલ ત્યારે તેઓને પાલિતાણા બી.આર.સીના હાર્દિક વિ. ગોહેલ તથા જાળીયાના આચાર્ય યુનુસખાન બલોચ દ્વારા અરજદારને માહિતી ન આપવા બાબતે અસામાજીક તત્વો દ્વારા ધાક ધમકી આપતા હોઇ અને ધીરૂભાઇએ 7 થી 8 વખત અરજી કરી ત્યારે તેમને માત્ર 25 ટકા જ માહિતી મળી છે અને આ સમગ્ર 25 લાખનુ કાૈંભાડ બહાર આવ્યુ છે. જો તેમને બાકીના 75 ટકા માહિતી આપવામા આવે તો હજુ 40 થી 50 લાખનુ કૌંભાડ બહાર આવી શકે તેમ છે તેમ તેઓએ જણાવ્યુ છે. જો આ મામલે સઘન તપાસ હાથ ધરી પુરી માહિતી આપવામાં આવે તો લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવી શકે તેવો આક્ષેપ ધીરૂભાઇએ કર્યો હતો.

મુળ મામલો શું હતો
પાલિતાણામાં BRC, CRC તથા આચાર્યો સહિત 12 શખ્સો દ્વારા એસ.એસ.એ સરકારી ગ્રાન્ટોમાં તમામ હોસ્ટેલ, એસ.ટી.પી વર્ગો ટ્રાન્સપોર્ટેશનના વાઉચરો અને બીલો ખોટા બનાવી બેંક ખાતામાંથી રૂ.25 લાખ ઉપાડી અંગત ખર્ચ માટે વાપરી ઉચાપત કરી સરકાર, વિદ્યાર્થી વાલીઓ સાથે છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરેલ હોય તમામ સામે એફ.આઇ.આર નોંધી કડક કાર્યવાહી કરવા અરજી કરાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો