• Home
  • National
  • Announcement of Rs 600 crore package to resolve Bru refugees' age old problem

નિરાકરણ / બ્રુ શરણાર્થીઓની વર્ષો જૂની સમસ્યાના ઉકેલ માટે સમજૂતી થઈ, રૂપિયા 600 કરોડના પેકેજની જાહેરાત

બ્રુ શરણાર્થીઓ- ફાઈલ ફોટો
બ્રુ શરણાર્થીઓ- ફાઈલ ફોટો

  • ગૃહપ્રધાન અમિત શાહની મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ, મુખ્યમંત્રી ઝોરામથાંગાની ઉપસ્થિતિમાં બ્રુ શરણાર્થીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત 
  • બ્રુ શરણાર્થીઓને રૂા.4 લાખની FD,એક પ્લોટ, મહિને રૂા. 5000ની બે વર્ષ સુધી આર્થિક સહાયતા અને વિના મૂલ્યે રેશન અપાશે

Divyabhaskar.com

Jan 16, 2020, 07:10 PM IST

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ અને મિઝોરમના મુખ્યમંત્રી ઝોરામથાંગાની ઉપસ્થિતિમાં બ્રુ શરણાર્થીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી અને મિઝોરમમાંથી બ્રુ શરણાર્થીઓને લગતી કટોકટીનો અંત લાવવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ સાથે ત્રિપુરામાં આશરે 30,000 બ્રુ શરણાર્થીઓના પુનઃવસન માટે રૂપિયા 600 કરોડનું પેકેજ આપવામાં આવ્યું છે.બ્રુ શરણાર્થીઓને રૂપિયા 4 લાખની ફિક્સ્ડ ડિપોઝીટ (FD) સાથે એક પ્લોટ, પ્રતિ મહિના રૂપિયા 5000ની બે વર્ષ સુધી આર્થિક સહાયતા તેમ જ વિના મૂલ્યે રેશન આપવામાં આવશે.

આ સાથે છેલ્લા 22 વર્ષથી જે બ્રુ શરણાર્થીઓને લગતી કટોકટી ચાલી આવતી હતી તેનો હવે અંત આવે તેવા સ્પષ્ટ સંકેત મળ્યા છે. ત્રિપુરામાં બ્રુ જાતીના આદિવાસીઓને રેગ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2018ની સમજૂતી પ્રમાણે તેમને મિઝોરમમાં વસવાટ કરવામાં આવવાનો હતો,પરંતુ હવે નવી સમજૂતી પ્રમાણે તેમનો વસવાટ ત્રિપુરામાં કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રુવાસીઓ મિઝોરમ, ત્રિપુરા અને બાંગ્લાદેશમાં ચિત્તગોંગ પહાડી વિસ્તારમાં ફેલાયેલા છે.

X
બ્રુ શરણાર્થીઓ- ફાઈલ ફોટોબ્રુ શરણાર્થીઓ- ફાઈલ ફોટો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી