તૈયારી / ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં આલિયા ભટ્ટને સુપ્રિયા પાઠક તથા મનોજ જોષી કાઠિયાવાડી બોલી શીખવે તેવી શક્યતા

anjay Leela Bhansali approaches Supriya Pathak, Manoj Joshi to tutor Alia Bhatt in Gangubai Kathiawadi

Divyabhaskar.com

Nov 06, 2019, 05:23 PM IST

મુંબઈઃ આલિયા ભટ્ટમાં ગુજરાતી મૂળ રહેલા છે. આલિયાના દાદા નાનાભાઈ ભટ્ટ ગુજરાતી હતાં. હવે, આલિયા ભટ્ટ ડિરેક્ટર સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં લીડ રોલ પ્લે કરતી જોવા મળશે. સૂત્રોના મતે, આ ફિલ્મમાં આલિયા ભટ્ટે અલગ બોલી એટલે કે કાઠિયાવાડી બોલવાનું છે અને તે માટે ફિલ્મ ડિરેક્ટર સંજય લીલા ભણશાલીએ ટ્યૂટર તરીકે મનોજ જોષી તથા સુપ્રિયા પાઠકનો સંપર્ક સાધ્યો છે.

આલિયાના દાદા નાનાભાઈ ભટ્ટ ગુજરાતી બ્રાહ્મણ તથા કાઠિયાવાડના હતાં પરંતુ આલિયાને કાઠિયાવાડી બિલકુલ આવડતું નથી. આથી જ સંજય લીલા ભણશાલીએ નક્કી કર્યું કે આલિયાને એ કલાકારો આ ભાષા શીખવશે, જે આ બોલી એકદમ સહજતાથી બોલતા હોય. ભણશાલીએ મુંબઈના લોકપ્રિય થિયેટર આર્ટિસ્ટને મળવાનું નક્કી કર્યું હતું અને તેમાં તેઓ મનોજ જોષી તથા સુપ્રિયા પાઠકને મળ્યાં હતાં. ચર્ચા છે કે આ ફિલ્મ માટે આલિયા એક મહિના સુધી આ કલાકારો પાસેથી ટ્યૂશન લેશે.

શેના પર આધારિત છે આ ફિલ્મ?
લેખક હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’માં ગંગુબાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગંગુબાઈ સાઈઠના દાયકામાં કમાઠીપુરમાં કોઠો ચલાવતી હતી. કાઠિયાવાડી મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી ગંગુબાઈને તેના પતિએ વેચી નાખી હતી. પહેલાં ચર્ચા હતી કે આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાને લેવામાં આવશે. જોકે, પ્રિયંકા ચોપરા સાથે વાત અટકી પડતાં હવે સંજય લીલા ભણશાલીએ એક્ટ્રેસ આલિયા ભટ્ટને સાઈન કરી છે.

X
anjay Leela Bhansali approaches Supriya Pathak, Manoj Joshi to tutor Alia Bhatt in Gangubai Kathiawadi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી