કોરોનાવાઈરસ / એન્જલિના જોલી શટડાઉન પહેલાં તૈયારી કરી રહી છે, ગ્રોસરી સ્ટોરની બહાર જોવા મળી

Angelina Jolie with daughter Vivienne seen outside the grocery store

દિવ્ય ભાસ્કર

Mar 15, 2020, 05:26 PM IST

લોસ એન્જલસઃ હોલિવૂડ એક્ટ્રેસ એન્જલિના જોલી કોરોનાવાઈરસને લઈ ઘણી જ ચિંતિત છે. હાલમાં જ એન્જલિના પોતાની 11 વર્ષીય દીકરી વિવિયન સાથે ગ્રોસરી શોપિંગ કરતી જોવા મળી હતી. સૂત્રોના મતે, એન્જલિના કોરોનાને લઈને શટડાઉન પહેલાં જરૂરી તૈયારીઓ કરી રહી છે.

એન્જલિના દીકરી વિવિયનની સાથે લોસ એન્જલસમાં આવેલી ગ્રોસરી શોપમાં જોવા મળી હતી. આ સમય દરમિયાન માતા તથા દીકરીના હાથમાં ગ્રોસરીથી ભરેલી બે બેગ જોવા મળી હતી. વિવિયન, એન્જલિના તથા બ્રાડ પિટની દીકરી છે. એન્જલિના તથા પિટ વર્ષ 2016માં અલગ થઈ ગયા હતાં.

દીકરો મેડોક્સમાં ભણે છે
એક્ટ્રેસનો સૌથી મોટો દીકરો મેડોક્સ સાઉથ કોરિયાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. સાઉથ કોરિયામાં રવિવાર (15 માર્ચ) સુધી 8162 લોકો કોરોનાવાઈરસના ભોગ બન્યા હતાં અને 75 લોકોના મોત થયા હતાં.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોનાવાઈરસના અત્યાર સુધી 2170 કેસ સામે આવ્યા છે અને 48 લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાના વધી રહેલા કેસના કારણે અમેરિકામાં નેશનલ ઇમરજન્સી જાહેર કરી છે.

X
Angelina Jolie with daughter Vivienne seen outside the grocery store

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી