તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઉત્તમ કામગીરી:આખરે વીજ પુરવઠો પૂર્વવતઃ આનંદ મહિન્દ્રાએ વીજ કર્મચારીઓનાં વખાણ કર્યા

મુંબઇ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક બલ્બ અને બિસ્કિટના બે પેકેટ પર નભાવી દિવસરાત અથાક મહેનત કરી મહાપારેષણના એન્જિનિયરો અને કર્મચારીઓએ મુંબઈ, થાણે અને નવી મુંબઈનો વીજ પુરવઠો પૂર્વવત કર્યો. મહાપારેષણની કલવા-તળેગાવ (પાવરગ્રીડ) લાઈન પૂર્વવત કરવા માટે 100 એન્જિનિયરો અને કર્મચારીઓએ થંભ્યા વિના કામ કર્યું હતું. લોનાવલા-કર્જતના ઘાટમાં ઘેરુ ધુમ્મસ અને સતત વરસતા વરસાદમાં તેમણે કામ ચાલુ રાખ્યું. આખરે ગુરુવારે રાત્રે 8 વાગ્યે કામ પૂરું થયું.

મહાપારેષણના અધ્યક્ષ દિનેશ વાઘમારેએ સંચાલક (સંચલન) સંજય તાકસાંડે અને એની ટીમના વખાણ કર્યા હતા. મુંબઈ, થાણે, કલ્યાણ અને રાયગડ જિલ્લામાં કેટલાક ભાગોનો સવારના 10 વાગ્યે ખંડિત થયેલો વીજ પુરવઠો પૂર્વવત થવા માટે સોમવારે રાતના સાડા બાર વાગ્યા. ભાડુંપ અને થાણે પરિસરમાં સોમવારે રાત્રે સાડા બારથી એક વાગ્યા સુધી વીજ પુરવઠો પૂર્વવત થયો હતો.મુંબઈને વીજ પુરવઠો કરનાર કલવા, ખારઘર, પડઘા ટ્રાન્સફોર્મર લાઈન્સ બંધ પડવાથી મુંબઈ અને મુંબઈ ઉપનગરોનો 2200 મેગાવોટ વીજ પુરવઠો ખંડિત થયો હતો. ત્રણેય લાઈનની લોકલ સેવાને પણ એનો ફટકો પડ્યો. સિંગ્નલ યંત્રણા બંધ પડી. બેંકોએ શટર ડાઉન કર્યા. એટીએમમાં રૂપિયા હોવા છતાં બેકઅપ બેટરી ન હોવાથી ગ્રાહકોને અડચણ ઊભી થઈ.

વીજ કર્મચારીનું ઉત્તમ કામ
મુંબઈ, થાણે અને નવી મુંબઈનો વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે મહાપારેષણ તરફથી ઝડપથી કામ કરવામાં આવ્યું. સતત વરસાદ અને ધુમ્મસ હોવા છતાં મહાપારેષણના કર્મચારીઓએ અવિરત કામ કર્યું હોવાથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ મહાપારેષણના કામના વખાણ કર્યા હતા. પોતાનો જીવ જોખમમાં નાખીને કામ કરતા કર્મચારીઓની સુરક્ષિતતા માટે પ્રાર્થના કરીએ એવો સંદેશ તેમણે સોશિયલ મીડિયા દ્વારા આપ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો